Tariff: ટ્રમ્પે પોતાના વખાણ કર્યા! કહ્યું મારા દ્વારા લાદેલા ટેરીફથી અમેરિકાને મોટો ફાયદો થયો! અફસોસ મીડિયા નોંધ લેતું નથી!!

  • World
  • January 7, 2026
  • 0 Comments

Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વભરના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફથી થતી આવક પર પોતેજ પોતાની પીઠ થપથપાવી પોતાના જ વખાણ કરવા લાગ્યા છે, ટ્રમ્પે મીડિયા પર આરોપ લગાવ્યો કે મારી આ સફળતાને ઇરાદાપૂર્વક અવગણવામાં આવી રહી છે,ખરેખર મે અમેરિકાને કેટલો મોટો ફાયદો કરાવ્યો છે તેની કોઈ નોંધ લેતું નથી.

તેઓએ જણાવ્યું છે કે ટેરિફથી થતી આવક ટૂંક સમયમાં $600 બિલિયનને વટાવી જશે.ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે “અમે ટેરિફથી $600 બિલિયનથી વધુ કમાણી કરી લીધી છે, અને ટૂંક સમયમાં અમારી પાસે વધુ કમાણી થશે.”ટ્રમ્પે મીડિયા પર ઇરાદાપૂર્વક આ મુદ્દાને અવગણવાનો આરોપ પણ લગાવ્યો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ માટે પોતાની પીઠ થપથપાવી અને કહ્યું કે અમેરિકા તેમની પાસેથી $600 બિલિયનથી વધુ રકમ મેળવી રહ્યું છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વભરના દેશો પર લાદવામાં આવતા ટેક્સને કારણે અમેરિકા રાષ્ટ્રીય અને આર્થિક રીતે “ઘણું મજબૂત” બની ગયું છે.

વ્હાઇટ હાઉસમાં તેમના બીજા કાર્યકાળના મહિનાઓમાં, ટ્રમ્પે 2025 થી શરૂ થતા વિશ્વભરના દેશોમાંથી આયાત પર શ્રેણીબદ્ધ ટેરિફની જાહેરાત કરી હતીતેમનું હંમેશા માનવું છે કે વિશ્વએ અમેરિકા સાથે અન્યાયી વર્તન કર્યું છે અને અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર વધુ પડતા ટેરિફ લાદી રહ્યા છે.

યુએસ રાષ્ટ્રપતિએ વારંવાર તેમની ટેરિફ સિસ્ટમ સામેના કાનૂની પડકારની ટીકા કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફ રદ કરવામાં આવે છે, તો તે ઇતિહાસમાં યુએસ રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો બનશે, આનાથી દેશ “આર્થિક રીતે અસુરક્ષિત” થઈ જશે.

■ સુપ્રીમ કોર્ટમાં ટેરિફ કેસ

ટેરિફ કેસ હાલ યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ હેઠળ છે, ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને રાષ્ટ્રપતિએ તેમની સત્તાનો ભંગ કર્યો છે કે કેમ તે આધાર પર પડકારવામાં આવી રહ્યો છે.આ કેસની છેલ્લી સુનાવણી નવેમ્બરમાં થઈ હતી,જ્યાં અંતિમ નિર્ણય 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.

ભારત અમેરિકા તરફથી ભારે ટેરિફનો સામનો કરી રહેલા દેશોમાંનો એક છે.હાલમાં, ભારતીય નિકાસ પર 50% ટેરિફ લાદવામાં આવે છે, જેમાંથી અડધો ભાગ ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી સાથે સંબંધિત છે. ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, જેમાં રશિયન તેલની ખરીદી પર વધારાનો 25% ટેરિફ શામેલ છે.

તાજેતરમાં પણ ટ્રમ્પે ધમકી આપી છે કે જો તે રશિયન તેલની આયાતને નિયંત્રિત નહીં કરે તો ભારત પર વધુ ટેરિફ લાદવામાં આવશે, ટ્રમ્પે કહ્યું, “જો ભારત રશિયન તેલ સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે, તો અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.ઓગસ્ટમાં, યુએસ ફેડરલ અપીલ કોર્ટે આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતના નિર્ણયને સમર્થન આપ્યું હતું,જેમાં જાણવા મળ્યું હતું કે ટ્રમ્પ પાસે કોંગ્રેસની સંમતિ વિના ટેરિફ લાદવાની સત્તા નથી.

■જો ટેરિફ હટાવવામાં આવે તો શું?

જો આ કરવેરા યથાવત રહેશે, તો તે રાષ્ટ્રપતિની શક્તિમાં વધારો કરશે અને ટ્રમ્પને તેમના વૈશ્વિક કાર્યસૂચિને અમલમાં મૂકવાના પ્રયાસમાં તેમના વેપાર ભાગીદારો સામે ઉપયોગ કરવા માટે મજબૂત બનશે.બ્લૂમબર્ગના મતે, જો આ કરવેરા રદ કરવામાં આવે તો વર્તમાન સરેરાશ 16.3% યુએસ ટેરિફ દર ઓછામાં ઓછો અડધો થઈ જશે અને વોશિંગ્ટનને અબજો ડોલરની રકમ પરત કરવી પડી શકે તેમ છે.

આનાથી જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન જેવા કેટલાક મુખ્ય દેશો સાથે ટ્રમ્પના પ્રારંભિક વેપાર સોદાઓ પણ અસર થઈ શકે છે.આમ,ટ્રમ્પ ટેરીફથી અમેરિકાને મોટો ફાયદો થઈ રહ્યાનો જશ લઈ પોતાની પીઠ થપથપાવી જાતેજ શાબાશી આપી રહ્યા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 6 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત