
USA: હવે અમેરિકન કૃષિ ઉત્પાદનનો કાચો અને પ્રોસેસ થયેલો માલ ભારતમાં આયાત કરવાની છૂટ મળી છે પણ ગુજરાતના કેટલાક કૃષિ ઉત્પાદન અમેરિકામાં નિકાસની છૂટ નથી.
ભારતીય ખેડૂતોમાં મોટાભાગના 50 ટકાથી વધુ ખેડુતો 2 હેકટરથી ઓછી જમીન ધરાવે છે જ્યારે સામાન્ય રીતે અમેરિકામાં ખેતીની જમીનનું સરેરાશ કદ ઘણું મોટું હોય છે, અને 466 એકર (આશરે 188 હેક્ટર) જમીન ધરાવતા ખેડૂત ત્યાંના મધ્યમથી મોટા કદના ખેડૂતોમાં ગણના થાય છે. આ માત્ર એક સામાન્ય ખેડૂતની જમીન છે, જ્યારે બિલ ગેટ્સ જેવા વ્યક્તિઓ ત્યાં 2 લાખ એકરથી વધુ જમીન ધરાવે છે. અમેરિકામાં મોટાભાગે યાંત્રિક ખેતી થતી હોવાથી, આ કદના ખેતરોમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મોટી માત્રામાં ઉત્પાદન શક્ય છે.
બિલ ગેટ્સ અમેરિકાના 18 રાજ્યોમાં 2,42,000 એકરથી વધુ જમીન ધરાવે છે, જે તેમને સૌથી મોટા ખાનગી ખેતીવાડી જમીનના માલિક બનાવે છે.
અમેરિકામાં ખેતીવાડી વ્યવસાય ખૂબ મોટા પાયે કરવામાં આવે છે, જ્યાં નાનામાં નાના ખેડૂત પાસે પણ ઘણી જમીન હોય છે,જેઓનો મોટાપાયે તૈયાર થતો માલ બહારના દેશોમાં નિકાસ થાય છે જેમાં હવે અમેરિકાથી ભારતમાં કૃષિ ઉત્પાદનો ઠલવાના છે ગુજરાતમાંથી USમાં ક્રૃષિ નિકાસ બંધી અને અમેરિકન ખેડૂતોની આયાત છૂટ આવા બેવડા વલણથી ખેડૂત નારાજ છે,જે અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત વિશ્લેષણ કર્યું છે.
જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા




