
Uttarakhand cloud burst: સપ્ટેમ્બર મહિનો ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે, પરંતુ ચોમાસાની આફત હજુ પૂરી થઈ નથી. ફરી એકવાર દેવભૂમિ ઉત્તરાખંડ પર કદરતી આફત આવી છે. ગુરુવારે સવારે ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. તેના કારણે ચમોલી અને નંદનગરમાં ભારે વરસાદ શરૂ થયો છે. કાટમાળને કારણે ઘણા ઘરો નાશ પામ્યા છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ ટીમો સ્થળ પર મોકલી છે. અત્યાર સુધીમાં 6 ઘરો નાશ પામ્યા છે. 5 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ દેહરાદૂનનાં સહસ્ત્રધારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી.
હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દેહરાદૂન, ઋષિકેશ, પૌરી ગઢવાલ, ઉત્તરકાશી અને હરિદ્વાર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. નદીઓની નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે તાકીદ કરવામાં આવી રહી છે.
चमोली के नंदानगर ब्लॉक में बादल फटा। धुर्मा और कुंतरी गांवों में बड़ी तबाही।#cloudburst#Chamoli#Uttarakhand#Nandanagar #disaster pic.twitter.com/skReDEXBD3
— Devbhoomi Dialogue (@Devbhoomidialo) September 18, 2025
2 લોકોને બચાવી લેવામાં આવ્યા
માહિતી મળતાં જ NDRF, SDRF અને પોલીસ બચાવ કામગીરી શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરથી ઘણા પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF






