
Gambhira Bridge collapse: માર્ગ અને મકાન બાંધકામ વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથમાં હોવા છતાં આજે ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાજપ સરકારની ગંભીર બેદરકારીને કારણે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ આજે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 9 લોકોના મોત થયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટનામાં 7 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી. ઘણા કલાકો વીતવા છતાં કેટલાક લોકો હજુ ગુમ હોવાની માહિતી છે, જે આ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
ત્યારે બેદરકાર ભાજપ સરકારના નેતાઓએ સંવેદના વ્યક્ત કરવામાં પણ મોટી બેદરકારી દાખવી છે. સંદવેનશીલ ગણાતી ગુજરાતની ભાજપ સરકારના નેતાઓએ કોપી પેસ્ટ કરી સંવેદના વ્યક્ત કરી છે.
આ દુર્ઘટના અંગે ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સંવેદના વ્યક્ત કરી, પરંતુ તેમના સંદેશાઓની એકસમાન ભાષાએ લોકોમાં નારાજગી ફેલાવી છે. ભાજપના અનેક નેતાઓ, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અને અન્ય નેતાઓએ કોપી પેસ્ટ કરીને સંવેદના વ્યક્ત કરતા લોકોમાં રોષ ભભૂક્યો છે. નિષ્ઠુર ભાજપના નેતાઓ કોપી પેસ્ટ પણ ઉપરના આદેશથી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
તે મેસેજમાં લખ્યું છે કે “આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.”
આ એકસમાન શબ્દોની પોસ્ટ્સથી એવું લાગે છે કે નેતાઓએ ઉપરથી મળેલા સંદેશને કોપી-પેસ્ટ કરી દીધા, જેના કારણે તેમની સંવેદનશીલતા પર સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે ભાજપ નેતાના મોટા નેતાઓ જ જો સંવેદના વ્યક્ત કરવામાં પણ આળસ અને નિષ્ઠુરતા દેખાય છે, તો વિકાસ શું કરશે?
આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ?
ભાજપ નેતાએ કોપી પેસ્ટવાળી સંવેદના વ્યક્ત કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મિડિયા પર લખ્યું છે કે આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ? ઉપરથી જે આવ્યું તે વાંચવાનું પણ નહીં, બેઠે બેઠું છાપી દેવાનું. આવા નેતૃત્વ પાસે શું અપેક્ષા રાખવાની?
🤔આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ?
ઉપરથી જે આવ્યું તે વાંચવાનું પણ નહીં, બેઠે બેઠું છાપી દેવાનું.
🤔આવા #નેતૃત્વ પાસે શું અપેક્ષા રાખવાની ?@Bhupendrapbjp @irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71… pic.twitter.com/K6PDL3ce1g
— Yuvrajsinh Jadeja (@YAJadeja) July 9, 2025
સ્થાનિકો અને વિપક્ષનો આક્રોશ
સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે ગંભીરા બ્રિજની જર્જરિત હાલત અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ભાજપ સરકારે તેની અવગણના કરી. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ ઘટનાને “સરકારી તંત્રની ગંભીર બેદરકારી” ગણાવી, જ્યારે ઈસુદાન ગઢવીએ આને “માનવસર્જિત દુર્ઘટના” ગણાવી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા.
જર્જરિત બ્રિજ, અવગણના અને દુર્ઘટના
આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રીજ તૂટી પડ્યો#Anand #Vadodara #Bridge #Collapse #viralvideo #thegujaratreport pic.twitter.com/2kc2RxxULY
— The Gujarat Report (@TGujarat_Report) July 9, 2025
આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને તેની જર્જરિત હાલત વિશે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગુજરાત માર્ગ અને મકાન વિભાગે આ બ્રિજનું આયુષ્ય 25 વર્ષ નક્કી કર્યું હતું, પરંતુ 45 વર્ષ વીત્યા બાદ પણ તેનું નવીનીકરણ કે જાળવણી ન કરાતાં આજે આ દુ:ખદ ઘટના બની. આજે સવારે 10:30 વાગ્યે બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો, જેના કારણે સાત વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક લટકતી હાલતમાં અટવાઈ ગયું. આ ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સાત કલાક વીતવા છતાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે, જે આ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
ભાજપની કોપી-પેસ્ટ સંવેદના: નિષ્ઠુરતાનો પરચો
આ દુર્ઘટના અંગે ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરી, પરંતુ તેમના સંદેશાઓની એકસમાન ભાષાએ લોકોના ગુસ્સાને ભડકાવ્યો. ભાજપના દિગ્ગજ નેતાઓ, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અને અન્ય ઘણા નેતાઓએ એક જેવા શબ્દોમાં પોસ્ટ શેર કરી. ગંભીરા બ્રિજ દુર્ઘટના એક ભાજપ સરકારની ઉદાસીનતા અને નિષ્ફળ વહીવટનું પરિણામ છે. નેતાઓની કોપી-પેસ્ટ સંવેદનાએ લોકોના દુ:ખમાં મીઠું છાંટ્યું છે, જ્યારે જર્જરિત બ્રિજની અવગણનાએ સરકારની જવાબદારી પર સવાલો ઉભા કર્યા છે.
ગુજરાતમાં દુર્ઘટનાઓનો ઈતિહાસ
ગંભીરા બ્રિજ દુર્ઘટના ગુજરાતમાં ભાજપ સરકારની નિષ્ફળતાનું એકમાત્ર ઉદાહરણ નથી. સુરતનો તક્ષશિલા આગકાંડ (2019), ભરૂચ હોસ્પિટલ આગકાંડ (2021), અને અમદાવાદની કાંકરિયા રાઈડ દુર્ઘટના (2019) જેવી ઘટનાઓએ પણ સરકારની બેદરકારી અને નિયમોના અમલના અભાવને ઉજાગર કર્યા હતા. દરેક ઘટના બાદ “કડક કાર્યવાહી”ના વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પગલાંનો અભાવ લોકોનો ગુસ્સો વધારે છે.
માર્ગ અને મકાન બાંધકામ વિભાગમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં છે
માર્ગ અને મકાન બાંધકામ વિભાગ હાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક છે. તેમની સીધી જવાબદારી છે કે ગંભીરા પુલની સાથે 281 પુલ જોખમી છે. માર્ગ અને મકાન વિભાગ ભૂપેન્દ્ર પટેલના હાથમાં હોવા છતાં આ મોટી દર્ઘના સર્જાઈ છે. જે એક મુખ્યમંત્રીની પણ ગંભીર બેદરકારી ઉભી થઈ છે.
આ પણ વાંચોઃ
Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર








