
- પોલીસમાં લોકોને અમાનવતાના દર્શન થયા
- લોકોનો મિત્ર ગણાતી પોલીસ બચાવકાર્ય કરતી વ્યક્તિ પર કાહી થઈ
Gambhira Bridge collapse: વડોદરા જિલ્લાના આણંદ અને પાદરાને જોડતા મહીસાગાર નદી પર આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુ:ખદ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 8 લોકોને બચાવવામાં સફળતા મળી છે. આ ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન વધુ જટિલ બન્યુ. પરંતુ આ દુર્ઘટનાની વચ્ચે મિત્ર ગણાવતી પોલીસના વર્તનનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસે રેસ્ક્યૂ કામગીરીમાં મદદ કરતી એક વ્યક્તિને ધમકાવી અને અમાનવીય વર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. તેની ગાળો આપવમાં આવી છે.
આજે જુલાઈ 9, 2025ના રોજ વડોદરા જિલ્લામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજનો મધ્ય ભાગ અચાનક તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. આ બ્રિજ, જે 1985માં બન્યો હતો અને સુસાઈડ પોઈન્ટ તરીકે પણ કુખ્યાત હતો, તેના તૂટવાથી નદીમાં વાહનો ખાબકતાં અનેક લોકો ફસાઈ ગયા. સ્થાનિક તંત્ર, NDRF, SDRF, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આ દરમિયાન, અનેક સ્થાનિક લોકો પણ ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી આવ્યા.
પરંતુ આ દુ:ખદ ઘટના વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિ, જે ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી આવી હતી, તેને પોલીસે રોકીને ધમકાવ્યો હોવાનું જોવા મળ્યું. વીડિયોમાં દેખાય છે કે પોલીસે આ વ્યક્તિનો હાથ પકડીને તેને રેસ્ક્યૂ કામગીરીમાંથી રોક્યો અને આક્રમક રીતે કહ્યું, “NDRFની ટીમ બોલાવી છે, નીચે બેસી જા!” આ ઘટનામાં પોલીસના અધિકારી પી.આઈ. રાણાને આવું વર્તન કરતા જોવા મળ્યા, જેને સ્થાનિક લોકોએ “સિંઘમ ગીરી” તરીકે ટીકા કરી. તેમની સાથે અન્ય પોલીસકર્મીઓ પણ હતા.
પોલીસનું અમાનવીય વર્તન
બ્રિજ દુર્ઘટનામા સિંઘમ ગીરી બતાવતા પી.આઈ રાણા નો વિડીયો વાયરલ
લોકો મદદ માટે દોડી આવે તો તેમની સાથે આવો વ્યવહાર ??
વાહ સાહેબ વાહ તમારી સિંઘમ ગીરી@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/d14IFejo9G
— 𝐁𝐫𝐢𝐣𝐞𝐬𝐡 𝐅𝐚𝐥𝐝𝐮 (@BrijeshFaldu1) July 9, 2025
વીડિયોમાં જોવા મળે છે કે જે વ્યક્તિ ફસાયેલા લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને નદી તરફ દોડી રહી હતી, તેને પોલીસે ન માત્ર રોક્યો, પરંતુ તેની સાથે અમાનવીય વર્તન પણ કર્યું. આરોપ છે કે પોલીસે આ વ્યક્તિને સાથે ધક્કામુક્કી કરી અને ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકોનો પ્રશ્ન છે કે, “જ્યારે કોઈ વ્યક્તિ માનવતાના ભાવ સાથે મદદ માટે આવે છે, તો તેની સાથે આવું વર્તન કેવી રીતે કરી શકાય?”
રાજકીય પ્રતિક્રિયાઓ અને આક્ષેપોઆ દુર્ઘટનાને લઈને રાજકીય પક્ષોએ પણ સરકાર પર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ ઘટનાને “સરકારી તંત્રની ગંભીર બેદરકારી” ગણાવી, જ્યારે ઇસુદાન ગઢવીએ આ દુર્ઘટનાને “માનવસર્જિત” ગણાવીને સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “જનતા ટેક્સ ભરે છે અને જનતા જ મરે છે.” આ ઉપરાંત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું અને રેસ્ક્યૂ કામગીરીને ઝડપી બનાવવાની ખાતરી આપી.
વાયરલ વીડિયો અને જનતાનો રોષઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં પોલીસ અધિકારી પી.આઈ. રાણાનું વર્તન સવાલો ઉભા કરી રહ્યું છે. લોકો આ વીડિયોને “સિંઘમ ગીરી” તરીકે ટીકા કરી રહ્યા છે અને પોલીસના આવા વર્તનની નિંદા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો પ્રશ્ન છે, “જો સ્થાનિક લોકો મદદ માટે આવે તો તેમની સાથે આવું વર્તન શા માટે?” ઘણા લોકોએ આ ઘટનાને માનવતાની વિરુદ્ધ ગણાવીને પોલીસ તંત્ર પર સવાલો ઉભા કર્યા છે.
બ્રિજનો ઇતિહાસ અને વિવાદ
ગંભીરા બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને તેની જાળવણી અંગે અગાઉ પણ ઘણા વિવાદો થયા હતા. 2022માં પણ આ બ્રિજની ખરાબ હાલત અંગેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેની મરામતની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. આ ઘટનાએ સરકારી તંત્રની બેદરકારી પર પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા લોકોનું માનવું છે કે જો બ્રિજની સમયસર મરામત કરવામાં આવી હોત, તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.
સરકાર બસ આટલી જ સહાય કરશે
પોતાની બેદરકારી પર રાજ્ય અને કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારો અને ઘાયલો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જો કે સરાકર આટલી સહાય કરી શું દર્શાવવા માગે છે. આટલી મદદથી લોકોનું ગુજારો થઈ જશે. શું તેમના સ્વજનો પાછા આવી જશે.
ભાજપના નેતાઓ સંવેદના વ્યક્ત કરવામાં અસંવેદનશીલ?
આ દુર્ઘટના અંગે ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સંવેદના વ્યક્ત કરી, પરંતુ તેમના સંદેશાઓની એકસમાન ભાષાએ લોકોમાં નારાજગી ફેલાવી છે. ભાજપના અનેક નેતાઓ, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અને અન્ય નેતાઓએ કોપી પેસ્ટ કરીને સંવેદના વ્યક્ત કરતા લોકોમાં રોષ ભભૂક્યો છે. નિષ્ઠુર ભાજપના નેતાઓ કોપી પેસ્ટ પણ ઉપરના આદેશથી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ?
🤔આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ?
ઉપરથી જે આવ્યું તે વાંચવાનું પણ નહીં, બેઠે બેઠું છાપી દેવાનું.
🤔આવા #નેતૃત્વ પાસે શું અપેક્ષા રાખવાની ?@Bhupendrapbjp @irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71… pic.twitter.com/K6PDL3ce1g
— Yuvrajsinh Jadeja (@YAJadeja) July 9, 2025
ભાજપ નેતાએ કોપી પેસ્ટવાળી સંવેદના વ્યક્ત કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મિડિયા પર લખ્યું છે કે આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ? ઉપરથી જે આવ્યું તે વાંચવાનું પણ નહીં, બેઠે બેઠું છાપી દેવાનું. આવા નેતૃત્વ પાસે શું અપેક્ષા રાખવાની?
આ પણ વાંચોઃ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!
Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા