
Vadodara News: વડોદરા શહેર ભાજપમાં ભારે જૂથબંધી જોવા મળી રહી હતી. છાસવારે જૂથબંધીની ખેંચતાણ સપાટી પર પણ આવી જતી હતી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ મેળવવા માટે જૂનાં–નવાં 40 જેટલાં મૂરતિયાંઓએ ઉત્સાહ દાખવ્યો હતો. પરંતુ, મોવડી મંડળે જૂથબંધીને જડબાતોડ જવાબ આપ્યો હોય તે રીતે નવા જ ચહેરા જયપ્રકાશ સોનીને પ્રમુખ પદ સોંપી દેતાં, અંદરોઅંદર ઝગડી રહેલાં માથાંઓનાં મોંઢા જોવા જેવા થઈ ગયાં છે.
ડૉ. જયપ્રકાશ સોનીએ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. બાળ અવસ્થાથી જ તેઓ સંઘના સ્વયંસેવક છે. તેઓ અનેક વર્ષોથી સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે એમ. એસ. યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટાર અને ડેપ્યુટી રજીસ્ટ્રારની ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2017થી ડૉ. જયપ્રકાશ સોની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
છેલ્લાં ઘણાં સમયથી વડોદરા શહેર ભાજપમાં આંતરિક ડખા ચાલતાં હતાં. નવાં કાર્યાલયના ઉદ્ઘાટનથી માંડી અનેક વખતે વિવાદો સર્જાયા હતાં. કેટલાંક પેટ બળ્યાં ભાજપીઓએ તો શહેરની ખાનગી હોટલમાં ગુપ્ત બેઠકનું પણ આયોજન કર્યું હતું. જોકે, રહસ્યમય સંજોગો ગુપ્ત બેઠકની જાણકારી જાહેર થઈ ગયા બાદ મિડીયા હોટલ પર પહોંચી ગયું હતું.
આંતરીખ વિખવાદો વચ્ચે જ્યારે શહેર ભાજપ પ્રમુખ પદ માર્ટે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ ત્યારે પણ ગોપી તલાટીએ કરેલી અભદ્ર ટિપ્પણીને પગલે વિવાદ સર્જાયો હતો. જોકે, એ વિવાદને શિફતપૂર્વક ઠંડો પાડી દેવાયો હતો.
બીજી તરફ અગાઉના શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ વિવાદોનું ઓપરેશન કરવાની વાત તો દૂર રહી, નિદાન પણ કરી શક્યા નહોતાં. ડૉ. વિજય શાહ માત્ર પોતાનો દબદબો જાળવવા માટે મથતાં જોવા મળ્યાં હતાં. ડૉ. વિજય શાહે ભરપૂર વિશ્વાસ સાથે પ્રમુખ પદ માટેનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. એ વખતે એમનાં ચહેરાં પર ભારોભાર વિશ્વાસ છલાકયો હતો. જોકે, આજે મોવડી મંડળ મલકાઈ રહ્યું છે અને ડૉ. વિજય શાહના ચહેરા પર મોટો પ્રશ્નાર્થ આંટા મારી રહ્યો છે.
શહેર ભાજપનો “સંઘ કાશીએ“ પહોંચાડવા માટે મોવડી મંડળે યુવાન સંઘીના હાથમાં સુકાન સોંપ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પદની રેસમાં જે નામોની ચર્ચા થઈ રહી હતી. એમને એક ઝાટકે કિનારે કરી મોવડી મંડળે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, આગામી સમયમાં આંતરિક જૂથબંધી બંધ નહીં થાય તો આકરાં પગલાં પણ લેવાઈ શકાય છે.
નવા પ્રમુખ માટે આમ તો આગામી સમય પડકારજનક રહેવાનો છે. સૌ પ્રથમ તો સૂર – તાલવગરના નેતાઓ તાલ બેસાડવો પડશે. કદાચ આ કાર્યમાં જ એમનો ઘણો સમય વેડફાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Rajkot: ભાજપ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી, રિવોલ્વર લોક હતી તો ઘટના કેવી રીતે બની?
આ પણ વાંચોઃ Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર
આ પણ વાંચોઃ Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ