
Vadodara: વડોદરા શહેરમાં કચરો ઉઘરાવા દોડતાં વાહનોની સ્પિડને લગામ ક્યારે લાગશે. શહેરના સોમા તળાવ પાસે એક કચરો ઉઘરાવતાં વાહને ટૂ વ્હિલર પર જતી યુવતીને ટક્કર મારી છે. 13 તારીખે થયેલા અકસ્માતમાં ગત રોજ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે.
નર્સ ઘરે પાછી આવતી હતી ત્યારે મારી ટક્કર
મૃતકના પરિજન ઉસ્માનભાઇ વાડીવાલાએ કહ્યું હતુ કે દિકરી અસ્મા અબ્દુલ રહીમ 7 વર્ષથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. 13, ફેબ્રુઆરીના રોજ નર્સ તરીકે ફરજ બજાવતી દિકરી ટૂ વ્હિલર લઈને ઘરે આવી રહી હતી.
ત્યારે સોમા તળાવ પાસે પાલિકાની કચરા ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ત્યાર બાદ દિકરીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યા તેની સારવાર ત્યાં શરૂ કરવામાં આવી હતી.
કપુરાઈ પોલીસ મથકે જાણ કરાઈ
જો કે ગત રોજ સાંજે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો છે. પરિવારનો આક્ષેપ છે કે ભૂલ પાલિકાની કચરા ગાડીના ચાલકની છે, અમે ઘટના અંગે કપુરાઇ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસ આવીને પંચક્યાસની કાર્યવાહી કરી ગઇ હતી.
આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2025-26માં રાજ્યની જનતાને શું મળ્યું?
આ પણ વાંચોઃ Gujarat Budget 2025-26: રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના, યુવનો માટે ખાસ વ્યવસ્થા
આ પણ વાંચોઃ Amreli: લોખંડની કોશના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતના મુખમાં ધકેલી, બાળકોએ માતા ગુમાવી