
Vadodara: વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે ગુજરાત સરકાર અને પોલીસ ખાતાની નિષ્ફળતાઓને ઉજાગર કરતું ડેકોરેશન કરનાર ગણેશ પંડાલ મંડળને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ નિર્ણયનો હેતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને સરકારની જવાબદારી તરફ ધ્યાન દોરવાનો છે. સ્વેજલ વ્યાસનું કહેવું છે કે શહીદોના બલિદાનનો રાજકીય લાભ લેવાના પ્રયાસો રાષ્ટ્રપ્રેમનું અપમાન છે, અને સાચો દેશપ્રેમ એ જ શહીદોના સન્માનમાં રહેલો છે.
સ્વેજલ વ્યાસની 5 લાખના ઈનામની જાહેરાત
સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે જાહેરાત કરી છે કે, નિષ્ફળતા સ્વીકારે હર્ષ સંઘવી, દેશના સૈનિકોની વીરતાને તમારી નિષ્ફળતા છુપાવા ના ઉપયોગ કરો. સુરતના હર્ષ સંઘવીના વિધાનસભામાં કોઈ મંડળમાં તાકાત હોય તો સરકારની નિષ્ફળતાનું ડેકોરેશન કરી બતાવે હું 5 લાખ એ મંડળને આપીશ.
હર્ષ સંઘવીની ઓપરેશન સિંદૂરના થીમ પર ડેકોરેશન કરવાની જાહેરાત
આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની ઘોષણા કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં થીમ આધારિત પંડાલોનું મૂલ્યાંકન કરી 52.50 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારો આપવાની યોજના છે. આ પ્રતિયોગિતાને ‘ઓપરેશન સિંદૂર’ના નામે રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ સ્વેજલ વ્યાસે કર્યો છે.
સ્વેજલ વ્યાસે નાગરિકોને સરકાર અને સત્તાધારીઓને પારદર્શી અને જવાબદાર બનાવવા માટે અવાજ ઉઠાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આ ઈનામ એવા લોકોને પ્રોત્સાહિત કરશે જેઓ સાહસપૂર્વક સરકારની નિષ્ફળતાઓને સામે લાવશે. આ પહેલ ગણેશ મહોત્સવને માત્ર ઉત્સવ નહીં, પરંતુ સામાજિક જાગૃતિના માધ્યમ તરીકે ઉપયોગ કરવાનો એક અનોખો પ્રયાસ છે.
એક તરફ રાજકીય લાભ બીજી તરફ જાગૃતિનો પ્રયાસ
આ બંને જાહેરાતોએ વડોદરામાં ગણેશ મહોત્સવ-2025ને લઈને ચર્ચાનો નવો વિષય ઉભો કર્યો છે, જેમાં એક તરફ ઓપરેશન સિંદૂરના રાજકીય લાભ લેવાનો પ્રયાસ અને બીજી તરફ સામાજિક જાગૃતિનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકો શું પસંદ કરે છે તે તો સમય જ બતાવશે.
આ પણ વાંચો:
Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા
Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ
Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?
Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર
UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી








