
Vadodara, Rakshit Chaurasia bail rejected: ચકચારી રક્ષિતકાંડ અકસ્માતમાં કોર્ટે જામીન ફગાવી દીધા છે. રક્ષિત ચોરસિયાએ વડોદરામાં બેફામ કાર હંકારી 1 મહિલાનો જીવ લીધો હતો. ત્યારથી તે જેલમાં બંધ છે.
વડોદરાના કારેલીબાગ ખાતે રક્ષિતે નશામાં બેફામ કાર હંકારી 7 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું. FSLમાં રક્ષિત ચોરસિયા ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો હતો. હાલ રક્ષિત જેલમાં બંધ છે. રક્ષિત ચોરસિયાએ હિટ એન્ડ રન કેસમાં જામીન અરજી કરી હતી. ત્યારે આજે તેની જામીન અરજી પર વડોદરા સેશન કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં જામીન ફગાવી દેવામાં આવ્યા છે. આ માહિતી એક વકીલ દ્વારા આપવામાં આવી છે.
નોંધનીય છે કે રક્ષિત ચોરસિયાની ગાંજાનો નશો કરવા મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ હતી. બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો હતો. ગાંજાનો નશો કરવા મામલે પોલીસે અલાયદો ગુનો નોંધ્યો હતો.
ગત હોળીના તહેવાર(14 માર્ચ, 2025)ની મોડી રાત્રે કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તાથી ચંદ્રાવલી ચાર રસ્તા વચ્ચે પૂરઝડપે કાર ચલાવીને આવતા એલ.એલ.બી.ના વિદ્યાર્થી રક્ષિત રવિશભાઇ ચોરસિયા (ઉં.વ. 23 રહે. ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરા, મૂળ રહે. ઇમ્લો કોલોની, તાજ હોટલની બાજુમાં નંદેશર, વારાણસી) એ 3 ટુ વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય 7 લોકોને ઇજા પહોંચી હતી.
આ કેસમાં રક્ષિત અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કેનાબીસના સક્રિય ઘટક ટી.એચ.સી. ( ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ) તથા કોડેઇનનો નશો કર્યો હોવાની જાણ થઈ હતી. બાદમાં વારસિયા પોલીસે આરોપી સુરેશ ભરવાડ (રહે. પારસ સોસાયટી, વારસિયા)ની ધરપકડ કરી હતી.
જો રક્ષિતના મિત્રોને અત્યાર સુધી જામીન મળ્યા કે નથી મળ્યા તેની માહિતી સામે આવી નથી.
આ પણ વાંચોઃ
Olympics History: ઓલિમ્પિકની કેવી રીતે શરુઆત થઈ?, 5 રિંગનું શું છે મહત્વ? જાણો
Ahmedabad: બોપલમાં ખોફનાક હિટ એન્ડ રનની ઘટના, રસ્તે જતાં 2 લોકોને કારે ઉડાવ્યા
Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO
PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!