
Vadodara: ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં મારામારી, હુમલાઓની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે હર્ષ સંઘવી કાયદા-વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠક કરે તે પહેલા જ કાયદાને લીરેલીરા ઉડાવતો વીડિયો વાઈરલ થયો છે. વડોદારામાં આવેલા વાઘોડિયા તાલુકાના એક ગામમાં 4 વિદેશી વિદ્યાર્થીઓને બેરહેમીથી માર માર્યાનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. 4 વિદેશી વિદ્યાર્થીઓ પર ધાર્મિક સ્થળ પર બૂટ0-ચપ્પલ પહેરી સિગારેટ પીવાનો આરોપો લગાવી લોકોએ માર માર્યો હતો. હાલ 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનનાં 4 વિદ્યાર્થીઓ ધુળેટી(14 માર્ચ)ની સાંજે ઈન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ-ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક બેઠાં હતા. ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો.
જેથી સ્થાનિકોએ ફોન કરી અન્ય શખ્સોને બોલાવી લીધા હતા. બાદમાં વિદ્યાર્થીઓ સાથે વધુ મારામારી કરી હતી. પારુલ યુનિ.ના વિદ્યાર્થીઓને જબરજસ્ત માર મારવામાં આવ્યો હતો. જેથી યુનિવર્સિટીનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. યુનિવર્સિટીના કર્મચારી આશુસીંગ ઉર્ફે અશોક નંદેસીંગ રાજપુતે વિદ્યાર્થીઓને માર મારનાર 10 લોકો સામે વાઘોડિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
10માંથી 7 લોકોની ધરપકડ
4 વિદેશી વિદ્યાર્થીઓને માર મારનારા 10થી 7 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે 3 જેટલાં આરોપી નાસતાં ફરી રહ્યા છે. જેમને પણ પોલીસે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. 7માંથી 2 સગીર બાળકોને પોલીસે છોડી દીધા છે.
આ પણ વાંચોઃ Gujarat: કઈ ઘટનાઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેઠક કરવા મજબૂર કર્યા? વાંંચો
આ પણ વાંચોઃ મોદીના માથા પર અમેરિકાનું ભૂત હજુ ધૂણી રહ્યું છે?, વિદેશી સાથે કર્યું પોડકાસ્ટ | PM Modi Podcast
આ પણ વાંચોઃ A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?