
Vadodara Accident News: વડોદરમાં દિવાળીના તહેવારોમાં એક કરુણ ઘટના બની છે. એક્ટિવા લઈને દિવાળીની રોશની જોવા ગયેલા એક યુવકને અકોટા બ્રિજ પાસે અકસ્માત નડ્યો છે. ટ્રકની આગળ ઘૂસી જતાં એક્ટિવાચાલક યુવકનું મોત ગયું છે. દિવાળી ટાળે જ મોત થઈ જતાં પરિવાર પર આભ ફાટ્યું છે. આ મામલે અજાણ્યા ટ્રકચાલક વિરુધ્ધ અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરમાં સતત અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગઈકાલે ધિર નામના યુવકનો જન્મ દિવસ હોવાથી મિત્રો સાથે દિવાળી પર્વની રોશની જોવા નિકળ્યો હતો. જોકે તેનો આ છેલ્લો દિવસ બન્યો. અકોટા બ્રિજ પાસે એકાએક ટ્રકના આગળના ભાગમાં ઘૂસી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીના ખાબચિયા ભરાઈ ગયા હતા. જ્યારે તેની સાથે રહેલા મિત્રને પણ ઈજાઓ પહોંચી હતી. જેમાં ધિરનો જીવ ન બચી શક્યો. અકસ્માત દરમિયાન ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે મૃતક યુવકના પિાત દિનેશ હસમુખ પટેલે અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે મૃતકના પરિવારજનો તરસાલી વિસ્તારમાં ઓમકારમોતી-1 રહે છે. પિતા ખાનગી કંપનીમાં નોકરી ગુજરાન ચલાવે છે. પિતાને જાણવા મળ્યું હતુ કે ગત રોજ તેમના દિકરા ધિરનો અકોટા બ્રિજ પાસે અક્સમાત થયો હતો. બાદમાં ઘટનાસ્થળે પહોંચી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે ધિરનો જન્મ હોવાથી સૌથી પહેલા મિત્રો સાથે તરસાલીથી સુશેન ચાર રસ્તા પાસે હોટલમાં ગયા હતા. ત્યારબાદ શહેરમાં દિવાળીની રોશની નિહાળવા ગયા હતા. જો કે ત્યા ધિર કાળનો કોળિયો બની ગયો. જ્યારે તેની સાથે રહેલા મિત્ર ગૌવતમને ઈજાઓ પહોંચી હતી. ધિરને માથમાં વાગ્યું હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. જ્યાર તેના મિત્રની સારવાર ચાલી રહી છે. ઘટનના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ અકસ્માત ઓકોટા પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!









