
Vadodara: વડોદરાના કોર્ટ પરિસરમાં સોમવારે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે અમદાવાદના વકીલ શેખ મહમંદ આદિલ સાથે બોલાચાલી બાદ લાફા માર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાએ વકીલ સમાજમાં આક્રોશ ફેલાવ્યો, અને પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરીને PIને લીવ રિઝર્વ પર મૂક્યા અને કોન્સ્ટેબલની બદલી કરી છે.
ઘટના કેવી રીતે બની ?
ઘટના એક ગુનાહિત કેસમાં આરોપીના કોર્ટમાં સરેન્ડર દરમિયાન બની હતી. વકીલ શેખ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરે છે મહમંદ આદિલ આરોપીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, જ્યારે વકીલ આદિલ શેખ કોર્ટરૂમની બહાર આવ્યા, ત્યારે મહિલા PI ચંદ્રીકાબેને કહ્યું, “ચાલ, અહીંથી નીકળી જા, અમે સુપ્રીમ કોર્ટ છીએ.” જેથી વકીલે મહિલા PI ને સંયમથી જવાબ આપીને મર્યાદામાં વાત કરવા કહ્યું, જે બાદ PI આસોદરા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ, જે જોતજોતામાં ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે PIએ વકીલને અપમાનજનક શબ્દો કહ્યા અને બે લાફા માર્યા. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં હોબાળો મચ્યો, અને વકીલોના ટોળાએ બંને પોલીસ કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કર્યો.
મહિલા PI અને કોન્સ્ટેબલની બદલી
વકીલ સાથે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે લાફો મારવાની ઘટનાએ વકીલ આલમમાં ભારે આક્રોષ જગાવ્યો છે. ઘટનાની ગંભીરતા બાદ, વડોદરાના પોલીસ કમિશનરે ગોરવા પોલીસના સેકન્ડ પીઆઇ PI સી.એચ. આસોદરાની તાત્કાલિક બદલી કરી છે અને તેમને “લીવ રિઝર્વ” પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટના સાથે સંકળાયેલા કોન્સ્ટેબલની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
Vadodara: તુકારો સાંભળી મહિલા PI ની પિત્તો છટક્યો… #vadodara #VadodaraNews #GujaratNews #Vadodara #Advocate #PoliceInspector #Constable #Transfer #Gujarat #thegujaratreport pic.twitter.com/TLnt9UVpCA
— The Gujarat Report (@TGujarat_Report) June 3, 2025
વડોદરા વકીલ મંડળમાં ભારે રોષ
વકીલ તરફથી લેખિતમાં ફરિયાદ નોંધાવાતા, પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તપાસનો ચાર્જ એસીપી એ.વી. કાટકડને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયસંગત તપાસ કરવામાં આવશે. વડોદરા વકીલ મંડળે આ ઘટનાને ગંભીર ગણાવી, PIના સસ્પેન્શનની માગણી કરી હતી હાલ આ ઘટનાએ પોલીસની વર્તણૂક અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો:
Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?
ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’
Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો
Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર
Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ