
Valsad Accident News: વલસાડના નેશનલ હાઈવે (NH) 48 પર પારડી વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલત અને ખાડાઓએ ભયંકર રીતે બાઈકચાલકનો જીવ લીધો છે. બાઈક ચાલકના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે, અને હાઈવે પર ખાડાઓની સમસ્યા અને જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. બીજી તરફ પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે.
32 યુવાનનું અકાળે મોત
આ અકસ્માત પારડી નજીક નેશનલ હાઈવે થયો છે. જ્યાં 32 વર્ષીય કનુભાઈ નગીનભાઈ પટેલ નામના બાઈકચાલક પોતાના બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે હાઈવે પર અચાનક આવેલા ઊંડા ખાડાને કારણે તેનું બાઈક ડગમગી ગયું હતુ. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઝડપી ટ્રકે તેમને કચડી નાખ્યા. આ ઘટના એટલી ઝડપથી બની કે કનુભાઈને બચવાની કોઈ તક જ ન મળી, અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ દુઃખદ ઘટનાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
NHAI અને સંબંધિત કોન્ટ્રાકટરો સામે કડક કાર્યવાહીની માગ
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો, રાહદારીઓ અને કનુભાઈના પરિવારજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા. નેશનલ હાઈવે પર ખાડાઓ અને રસ્તાની ખરાબ હાલત સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. આક્રોશિત લોકોએ હાઈવે પર ધરણા શરૂ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેમજ સંબંધિત કોન્ટ્રાકટરો સામે કડક કાર્યવાહીની માગ કરી. આ ધરણાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ઘટનાની જાણ થતાં પારડી પોલીસ સ્થળ પર પહોંચી અને ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં ખાડાઓને અકસ્માતનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. સ્થાનિક લોકો અને પરિવારજનોએ NHAIના કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવાની માગ કરી છે.
પારડી વિસ્તારના રહેવાસીઓએ નેશનલ હાઈવે પર ખાડાઓની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોવાનું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, હાઈવેની જાળવણી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાની મરામત અને ખાડાઓ ભરવાની માગ કરી છે, સાથે જ આવી ઘટનાઓની પુનરાવૃત્તિ રોકવા માટે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.
મૃતકના પરિવારજનો ખૂબ આઘાતમાં
આ ઘટનાએ ન માત્ર કનુભાઈના પરિવારને ઊંડો આઘાત આપ્યો છે, પરંતુ સમગ્ર વલસાડ જિલ્લામાં રસ્તા સલામતી અને હાઈવેની જાળવણીના મુદ્દે ચર્ચા ઉભી કરી છે. આવી ઘટનાઓ ટાળવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્રે ઝડપથી પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ન બને.
આ પણ વાંચોઃ
Ghaziabad: લગ્નનું વચન આપી શારીરિક શોષણ, અનેક છોકરીઓને ફસાવી, ક્રિકેટર યશ દયાલનાનો મોટો પર્દાફાશ
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?