Venezuela: ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલા કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા! ભેદી શસ્ત્ર પ્રયોગથી લેટિલ અમેરિકામાં ભયનો માહોલ

  • World
  • January 13, 2026
  • 0 Comments

Venezuela: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા ઉપર હુમલો કરી ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને અરેસ્ટ કરી વેનેઝુએલા ઉપર હવે કબ્જો કરી લીધો છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલા કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા છે.ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી આ જાહેરાત કરી દીધી છે.જેમાં ટ્રમ્પની તસવીર સાથે ‘એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા’ લખેલું છે.આ પોસ્ટમાં જાન્યુઆરી 2026થી પદ સંભાળવાનો ઉલ્લેખ પણ કરેલો છે.ટ્રમ્પે પોતાને અમેરિકાના 45માં અને 47માં રાષ્ટ્રપતિ તરીકે વર્ણવ્યા છે.

જોકે,સ્વઘોષિત કરેલી આ પોસ્ટ મામલે હજુસુધી વ્હાઇટ હાઉસ કે અમેરિકી પ્રશાસન તરફથી કોઈ ઔપચારિક નિવેદન સામે આવ્યું નથી.અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ વેનેઝુએલા ઉપર ભેદી શસ્ત્રોનો પ્રયોગ કરી ગણ્યા ગાંઠ્યા સૈનિકો દ્વારા હુમલો કરી વેનેઝુએલાના સૈનિકોનો ખાત્મો કરી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને કસ્ટડીમાં લઈને ન્યૂયોર્ક લઈ ગયા હતા.

ગત.તા.3 જાન્યુઆરીના રોજ અમેરિકાએ ભેદી શસ્ત્રોનો પ્રયોગ કરતા લગભગ 100 જેટલા સૈનિકો પ્રતિકાર કર્યા વગરજ માર્યા ગયા હતા. અમેરિકાએ વેનેઝુએલા ઉપર જેહથિયારોનો પ્રયોગ કર્યો હતો માઇક્રોવેવ અથવા લેઝર જેવી ઊર્જા આધારિત હોવાનું મનાય છે તેનાથી દુખાવો, રક્તસ્ત્રાવ અને શરીરને ટૂંકા ગાળાનો લકવો થઈ શકે છે.

અમેરિકા દ્વારા વેનેઝુએલા ઉપર રહસ્યમય શસ્ત્રોથી થયેલી કાર્યવાહી દરમિયાન અમેરીકન સેનાએ કોઈ ભેદી તરંગો છોડતા વેનેઝુએલાના સૈનિકો કોઇપણ પ્રતિકાર કર્યા વગર બસ જોતા જ રહી ગયા અને અચાનક નાકમાંથી લોહી નીકળવા લાગ્યું કેટલાક લોહીની ઉલટી કરવા લાગ્યા અને અનેક સૈનિકો જમીન પર પડી ગયા અને તરફડીયા મારવા લાગ્યા હતા અમુક બેભાન થઈ ગયા હતા.આ ભેદી લશ્કરી કાર્યવાહી બાદ સમગ્ર લેટિન અમેરિકામાં ગભરાટનો માહોલ છે, હવે મેક્સિકો પણ અમેરિકાના લિસ્ટમાં હોવાનું ટ્રમ્પ કહી ચૂક્યા છે તેથી લોકોમાં ડરનો માહોલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માદુરોની અમેરિકાએ ધરપકડ કરતા તેઓ સત્તા પરથી દૂર થઈ જતા વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ અને રોડ્રિગ્ઝને ગયા અઠવાડિયે દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ટ્રમ્પના મતે, વચગાળાની સરકાર અમેરિકાના નિયંત્રણ હેઠળ કામ કરશે અને તેલના ભંડાર હવેથી અમેરિકાનો કબ્જો રહેશે.દરમિયાન નવા અપડેટમાં હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલા કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા છે એટલે તેઓ વહીવટ ચલાવશે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?
  • June 17, 2026

China Industrial Subsidy: દાયકાઓ સુધી ભારતને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા એ પાઠ ભણાવવામાં આવ્યો છે કે સરકારી તિજોરી પર બોજ ઘટાડો, સબસિડીનું તર્કસંગતકરણ કરો અને મુક્ત બજારની તાકાત પર ભરોસો…

Continue reading
Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ