
Virat Kohli’s 83rd international century: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝનો પ્રારંભ થયો છે.રાંચી ખાતે બંને ટીમો વચ્ચે રમાયેલી સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આજે ધુંઆધાર બેટિંગ કરી તરખાટ મચાવ્યો હતો.
દરમિયાન,વિરાટ કોહલીએ આજે પોતાના ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી હતી, કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે.જ્યારે વનડે ફોર્મેટમાં કોહલીની 52મી સદી છે.સાથે સાથે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી તરીકે પોતાનું નામ અંકિત કર્યું છે.
જ્યારે રોહિત શર્મા પણ વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો.આફ્રિદીએ 398 મેચોમાં 351 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. આજની મેચમાં રોહિત શર્માએ 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રન ફટકાર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 136 રનની પાર્ટનરશિપ કરી.જે બાદ રોહિત માર્કો જાનસેનની ઓવરમાં LBW આઉટ થયો.
દરમિયાન,ભારતે પહેલી વન-ડેમાં સાઉથ આફ્રિકાને 350 રનનો ટાર્ગેટ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે આજે રવિવારે રાંચીના JSCA સ્ટેડિયમમાં આફ્રિકી કેપ્ટન એડન માર્કરમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.વિરાટ કોહલીની સદી સાથે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા.
જવાબમાં સાઉથ આફ્રિકાનો સ્કોર 9/2 છે. ટીમ તરફથી એડન માર્કરમ અને મેથ્યુ બ્રીટ્ઝકે ક્રિઝ પર છે.હર્ષિત રાણાએ પોતાની પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપી લીધી. તેણે રાયન રિકેલ્ટનને બોલ્ડ કર્યા પછી ક્વિન્ટન ડી કોકને કૉટ બિહાઇન્ડ કરાવ્યો.વિરાટ કોહલી સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે તેંડુલકર (ટેસ્ટમાં 51 સદી)ને પાછળ છોડ્યા છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







