
West Bengal: જલપાઈગુડીના માયનાગુડી વિસ્તારમાં એક ભયાનક ઘટના બની છે, જેણે આખા જિલ્લાને હચમચાવી નાખ્યો છે. આ વિસ્તારના રહેવાસી રમેશ રાય નામના વ્યક્તિએ માત્ર તેની પત્ની દીપાલી રાયની હત્યા જ નહીં, પરંતુ તેના શરીરના ટુકડા પણ કરી દીધા અને હૃદય સહિત અનેક અંગોને બેગમાં ભરીને ગામમાં ફરતો રહ્યો.
રમેશ રાયે સવારે તેની પત્નીની હત્યા કરી અને પછી તેના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યા. આ પછી, તે બેગ લઈને પડોશના ઘરોમાં ફરતો રહ્યો. ગ્રામજનો આરોપીના ઘરે પહોંચ્યા, જ્યાં પલંગ સંપૂર્ણપણે લોહીથી લથપથ હતો.
ગ્રામ પંચાયતના વડા નીલીમા રાયે શું કહ્યું?
એક માણસ બેગમાં શરીરના ટુકડાઓ સાથે ફરતો હતો, ત્યારે મેં તરત જ પોલીસને જાણ કરી. તે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું, આરોપીના ઘરમાં હતાં ડરાવી દેનારા દ્રશ્યો ચારોતરફ લોહીથી લથપથ પલંગ, આ જોઈ સૌ કોઈ ડરી ગયું હતું.
લોકોને પત્નીનું હૃદય બતાવ્યું
એક પાડોશીએ જણાવ્યું કે તે પોતે આવ્યો અને બેગ ખોલી અને હૃદય અને શરીરના અન્ય ભાગો બતાવ્યા.ત્યાં હાજર કેટલાક લોકોને તેની પત્નીનું હૃદય બતાવ્યું. આ ઘટના પછી, ગભરાયેલા લોકોએ તાત્કાલિક પંચાયતને જાણ કરી. પંચાયતના વડાએ પોલીસને જાણ કરી.
આરોપીની શોધખોળ ચાલુ
મૈનાગુરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુબલ ચંદ્ર ઘોષે જણાવ્યું હતું કે હત્યા પછી, આરોપી થોડા સમય માટે શરીરના ટુકડાઓ સાથે વિસ્તારમાં ફરતો રહ્યો. અમારી ટીમે શરીરના ટુકડાઓ કબજે કર્યા છે અને આરોપીની શોધ ચાલુ છે. પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. અને જલ્દીથી આરોપીને પકડીને સજા કરવામાં આવશે.