કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કેમ રાજીનામું આપવું પડ્યું?

  • World
  • January 7, 2025
  • 0 Comments

ભારત વિરોધી વલણ માટે કુખ્યાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 9 વર્ષના શાસન બાદ ગઈકાલે રાજીનામું આપી દીધું છે.  વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેશે.

પાર્ટીમાં આંતરિક મતભેદ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે ટ્રુડોએ રાજીનામું આપવું પડ્યું હતું. ટ્રુડોએ કહ્યું કે લિબરલ પાર્ટીએ અનુગામી પસંદ કર્યા પછી તેમણે પદ છોડવાની યોજના બનાવી છે. ટ્રુડોએ એમ પણ કહ્યું કે તેમણે ગવર્નર જનરલ મેરી સિમોનને 24 માર્ચ સુધી સંસદ સ્થગિત કરવા કહ્યું અને તેમણે વિનંતી સ્વીકારી. ટ્રુડો 2015 થી કેનેડાના વડાપ્રધાન હતા. આ સાથે લિબરલ પાર્ટીમાં નવા નેતાની શોધ પણ શરૂ થઈ ગઈ છે. ટ્રુડોના રાજીનામાથી આ વર્ષે કેનેડામાં ચૂંટણીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.

ટુડોના રાજીનામા બાદ હવે શું થશે?

ટુડોના રાજીનામા બાદ, લિબરલ પાર્ટી વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા માટે વચગાળાના નેતાનું નામ જાહેર કરશે. જે માટે પાર્ટી એક વિશેષ નેતૃત્વ સંમેલનનું આયોજન કરશે. પક્ષ માટે પડકાર એ છે કે આ સંમેલનો સામાન્ય રીતે યોજવામાં મહિનાઓ લે છે અને જો તે પહેલાં ચૂંટણીઓ યોજવામાં આવે તો, લિબરલ પાર્ટી એવા વડાપ્રધાનના હાથમાં હશે જે સભ્યો દ્વારા પસંદ કરવામાં આવશે નહીં. કેનેડાના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી.

ભારત પર શું લગાવ્યા હતા આક્ષેપ?

 ટ્રુડોને અનેક કારણોસર રાજીનામું આપી દેવું પડ્યું છે. ટ્રમ્પ દ્વારા તે સતત ટ્રોલ થતાં હતા.  આ સિવાય  જસ્ટિન ટ્રુડો કેનેડામાં ખાલિસ્તાની નેતાની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવતા રહ્યા હતા, પરંતુ કોઈ પુરાવા બતાવી શક્યા નહીં. તેમની પાર્ટીમાં પણ અસંતોષ હતો. પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને તેમની લોકપ્રિયતામાં ઘટાડાને કારણે તેમણે આ રાજીનામું આપવું પડ્યું છે.

આ સમાચાર પણ વાંચોઃ AMRELI: પાટીદાર યુવતીએ લખેલો લેટર ખરેખર સાચો કે ખોટો? જાણો!

  • Related Posts

    Australia: ઓસ્ટ્રેલિયામાં આજથી બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે! PM અલ્બેનીઝે કહ્યું – બાળકોને ‘બાળપણ’ મળશે
    • December 10, 2025

    Australia: આખરે આજથી ઓસ્ટ્રેલિયામાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિ કરી શકે અને 16 વર્ષથી ઓછી વયજૂથના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા ઉપર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના…

    Continue reading
    Indonesia floods: ઇન્ડોનેશિયામાં પૂરથી તબાહી, 900 લોકોના મોત,સેંકડો મૃતદેહો કીચડમાં ગરકાવ
    • December 7, 2025

    Indonesia floods: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને સેંકડો લોકો લાપત્તા છે,વિનાશક પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત હજારો લોકોને મદદ કરવા માટે બચાવ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    • December 13, 2025
    • 1 views
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    • December 13, 2025
    • 1 views
    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    • December 13, 2025
    • 4 views
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    • December 13, 2025
    • 9 views
    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

    • December 13, 2025
    • 6 views
    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

    Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ

    • December 12, 2025
    • 12 views
    Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ