
Kolkata High Court: હવે કોલકતા હાઈકોર્ટે એવો ચૂકાદો આપ્યો છે કે ચર્ચા જાગી છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે નશાની હાલતમાં સગીરના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો એ પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો પ્રયાસ નથી. આ ફક્ત જાતીય ગુનાની શ્રેણીમાં આવે છે. ન્યાયાધીશ અરિજિત બેનર્જી અને ન્યાયાધીશ વિશ્વરૂપ ચૌધરીની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા POCSO હેઠળ આરોપીને દોષિત ઠેરવવા અને સજા ફટકારવાના આદેશને સ્થગિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. નીચલી કોર્ટે આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
ડિવિઝન બેન્ચે એમ પણ કહ્યું કે પીડિતાની તબીબી તપાસમાં એ સ્પષ્ટ થયું નથી કે આરોપીએ બળાત્કાર કર્યો હતો કે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બેન્ચે કહ્યું કે આવા પુરાવા POCSO એક્ટ, 2012 ની કલમ 10 હેઠળ ઉગ્ર જાતીય હુમલાના આરોપને ન્યાયી ઠેરવી શકે છે પરંતુ બળાત્કારના પ્રયાસના ગુનાનો સંકેત આપતા નથી. બેન્ચે કહ્યું કે જો અંતિમ સુનાવણી પછી આરોપ ‘ઉગ્ર જાતીય હુમલો’ સુધી મર્યાદિત રહેશે, તો આરોપીની સજા 12 વર્ષથી ઘટાડીને પાંચથી સાત વર્ષ કરવામાં આવશે.
પાયજામાની દોરી તોડી નાખવી એ બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
આવો જ ચૂકાદો તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર મિશ્રાએ આપતાં વિવાદ ઉભો થયો હતો. 19 માર્ચ 2025 ના રોજના એક કેસમાં, તેમણે કહ્યું હતું કે, “સગીર છોકરીના સ્તનો દબાવવા અને તેના પાયજામાની દોરી તોડી નાખવી એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ નથી, પરંતુ તે બળાત્કારની તૈયારી છે.” આ ટિપ્પણીને અસંવેદનશીલ અને અમાનવીય માનીને, સુપ્રીમ કોર્ટે 26 માર્ચ 2025 ના રોજ આ નિર્ણય પર રોક લગાવી દીધી. સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું અને કહ્યું કે આ નિર્ણય ગંભીર છે અને ન્યાયાધીશની અસંવેદનશીલતાને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચોઃ
Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત
Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા
Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો
Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!
Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?
Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો