
Chhota udepur: ગુજરાતમાં વિકાસની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે જ્યારે હકીકતમાં તો અંતરિયાળ વિસ્તારોમાં તો લોકોને પ્રાથમિક સુવિધા પણ મળી રહી નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ આવી રીતે વિકાસથી વંચિત છે અહીં રસ્તાના અભાવે પ્રસુતાને ઝોળીમાં લઈ જવામાં આવે છે. આવા ભાજપના ઝોળીદાર વિકાસના અનેક વીડિયો સામે આવ્યા છે લોકો રસ્તા માટે રજૂઆત કરી કરીને થાક્યા છે પરંતુ આ નિષ્ઠુંર તંત્રને કંઈ ફરક જ નથી પડતો ત્યારે આ તંત્રના પાપે વધુ એક પ્રસુતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત
મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના ખૈડી ફળિયામાં રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મોત નિપજ્યું છે. 35 વર્ષીય મહિલાને ગઈકાલે સાંજે 4 વાગ્યે પ્રસવ પીડા શરૂ થઈ હતી. ખૈડી ફળિયાથી સાવદા ફળિયા સુધી રસ્તો ન હોવાથી કોઈ વાહન પહોંચી શકતું નથી. પરિવારજનોએ કપડાંની ઝોળી બનાવી મહિલાને લગભગ 5 કિલોમીટર સુધી ઊંચકીને લઈ ગયા. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કવાંટ અને પછી છોટા ઉદેપુર થઈ વડોદરા લઈ જવાતી વખતે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું. મૃતક મહિલાને પહેલેથી 4 દીકરીઓ છે અને આ તેમની પાંચમી પ્રસૂતિ હતી.
હાઈકોર્ટે સુઓમોટો લઈને રસ્તો મંજૂર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગત 1 ઓક્ટોબરે પણ તુરખેડામાં એક પ્રસૂતાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ હાઈકોર્ટે સુઓમોટો લઈને તુરખેડાના ચાર ફળિયામાં રસ્તો મંજૂર કર્યો હતો. જો કે, ખૈડી ફળિયા અને તેતરકુંડી ફળિયાના લોકો હજુ પણ રસ્તાની સુવિધાથી વંચિત છે. આ વિસ્તારના લોકો રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું કરુણ મોત:35 વર્ષીય મહિલાને 5 કિમી ઝોળીમાં લઈ જવાઈ, વડોદરા જતાં રસ્તામાં મોત#ChhotaUdepur #GujaratNews #Turkheda #MaternalHealth #RuralIndia #GujaratGovernment #HealthCrisis #Ambulance #TribalIssues #thegujaratreport pic.twitter.com/Z7CxDCqcfe
— The Gujarat Report (@TGujarat_Report) September 16, 2025
સ્થાનિકોમાં રોષ ફેલાયો
રસ્તાના અભાવે તેઓ રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે. આવી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓ તાત્કાલિક રસ્તાની સુવિધા માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના અભાવનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?










