
સરિસૃપ એટલે કે પેટેથી ચાલતાં પ્રાણીઓમાં સાપ અને અજગર જીવલેણ સાબિત થતા હોય છે. સાપ કરડવાના કેટલાય કિસ્સા રોજ બનતા હોય છે પણ ઇન્ડોનેશિયામાં 28 ફૂટ લાંબો અજગર 5 ફૂટ 4 ઈંચના 61 વર્ષના ખેડૂતને આખેઆખે ગળી ગયો હતો. ઢોર ચરાવવા નીકળેલા ખેડૂતને અજગરે ભરડામાં લઈ લીધો અને પછી ગળી ગયો. બીજા દિવસે પણ ખેડૂત પાછો ન આવ્યો ત્યારે પરિવાર શોધવા નીકળ્યો ત્યારે ઘટનાની જાણ થઈ.
શુક્રવારે ઇન્ડોનેશિયાના માજાપાહુત ગામના 61 વર્ષના ખેડૂત લા નોટી ઢોર ચરાવવા નીકળ્યા હતા. એવામાં 28 ફૂટ લાંબો અજગર ઘાસમાંથી બહાર નીકળ્યો અને બાઇકના ટેકે ઊભેલા લા નોટીનો પગ પકડી લીધો. નોટી પાસે કોઈ હથિયાર નહોતું એટલે સ્વબચાવ ન કરી શક્યા અને અજગરે એમને પકડીને ભરડો લઈ લીધો. કચડીને ગળી ગયો. લા નોટી ઘરે બીજા દિવસે પણ ન પહોંચ્યા એટલે પરિવારને ચિંતા થઈ. પરિવારે શોધખોળ આદરી ત્યારે નોટીનું બાઇક રસ્તા પાસે મળ્યું. લોકોએ આસપાસ શોધવાનું શરૂ કર્યું. એમાં એક ઝુંપડી પાસે અજગર મળ્યો. અજગરનું ફૂલેલું પેટ જોઈને લોકોને શંકા ગઈ અને ડરતાં ડરતાં અજગરને પકડ્યો. પછી અજગરનું પેટ ચીરી નાખ્યું તો એમાંથી લા નોટીનો મૃતદેહ મળ્યો હતો.
ઇન્ડોનેશિયાની ઘટના કાળજું કંપાવી મૂકે એવી છે પણ કેરળમાં એક મહિલા ફોરેસ્ટ ઑફિસરે માત્ર 6 મિનિટમાં જ અતિઝેરી કિંગ કોબ્રાને વશમાં કરી લીધો હતો. કેરળના કોઝીકોડમાં એક મહિલા ફોરેસ્ટ ઑફિસરે કોબ્રાને સિફતપૂર્વક પકડી લીધો અને સુરક્ષિત રીતે છોડી મૂક્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને મહિલા અધિકારીના લોકોએ બે મોઢે વખાણ કર્યા છે.
કેરળની મહિલા ફોરેસ્ટ ઑફિસરની બહાદુરીની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે બિહારના વૈશાલીમાં એક ચોંકાવનારી ઘટના બની ગઈ. સર્પમિત્ર તરીકે ઓળખાતા યુવાનનું સર્પદંશથી જ મૃત્યુ થયું હતું. રવિવારે રાજાપાકરમાં કોબ્રા દેખાયો હતો. લોકોએ કોબ્રા પકડવા માટે સર્પમિત્ર જે. પી. યાદવને બોલાવ્યો. યાદવ રેસ્ક્યુ કરતો હતો ત્યારે જ કોબ્રાએ એને ડંખ માર્યો હતો. જોતજોતાંમાં યાદવ જમીન પર પટકાયો અને ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો. રવિવારે વિશાળ કોબ્રાએ યાદવની આંગળી પર ડંખ માર્યો છતાં એણે એને પકડવાનું ચાલુ રાખ્યું અને એક ડબામાં ભરવા લાગ્યા. એટલામાં ઝેર શરીરમાં પ્રસરી ગયું અને યાદવ મૃત્યુ પામ્યો.
જે. પી. યાદવને સાપ પકડવાનો સ્હેજ પણ ડર નહોતો લાગતો. એ ગમેતેવા સાપ પકડી લેતો અને જંગલમાં છોડી આવતો. સમસ્તીપુરમાં પણ આવી જ રીતે સર્પમિત્ર જય સાહનીનું પણ સાપે ડંખ મારતાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર