
Japan Heavy Rain, Storm: જાપાનના ટોક્યો અને કાન્ટો-કોશિન પ્રદેશમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. અહીં ગુરુવાર, 10 જુલાઈ, 2025ના રોજ મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. જાપાન મીટીયોરોલોજીકલ એજન્સી (JMA) એ ભૂસ્ખલન, પૂર, વીજળીના કડાકા, અને ટોર્નેડોના જોખમથી સાવધાન રહેવા લોકોને ચેતવ્યા છે. આ ભારે વરસાદે ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક અસર કરી, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું, વાહનો ફસાઈ ગયા, અને જનજીવન પર ભારે અસર પડી છે.
ટોક્યોમાં રેકોર્ડબ્રેક વરસાદ
जापान में भारी बारिश और तूफान ने भयंकर उतापात मचाया हुआ है। pic.twitter.com/qUktllU1MJ
— Dr. Sheetal yadav (@Sheetal2242) July 10, 2025
ગુરુવારે સાંજે ટોક્યોના વિવિધ વિસ્તારોમાં કાળ બની વરસાદ અને વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. JMAના જણાવ્યા અનુસાર સુગિનામી વોર્ડમાં એક કલાકમાં આશરે 120 મિલીમીટર, નેરીમા વોર્ડમાં 110 મિલીમીટર, અને સૈતામાના હોન્જોમાં 106 મિલીમીટર વરસાદ ખાબક્યો, જે એક દુર્લભ ઘટના છે જે ઘણા વર્ષોમાં એકવાર જોવા મળે છે. આવો તીવ્ર વરસાદ ભૂસ્ખલન અને પૂર જેવી આપત્તિઓનું કારણ બની શકે છે, અને આ ઘટનાએ ટોક્યોના શિબુયા વોર્ડમાં એક ફ્લાયઓવર હેઠળ વાહન ફસાઈ જવાની ઘટના પણ બની છે. હાલ બચાવ કામગીરી ચાલુ જ છે.
આ ભારે વરસાદનું કારણ બાઈઉ સીઝનલ ફ્રન્ટનું પુનરાગમન છે, જેના કારણે અસ્થિર વાતાવરણીય પરિસ્થિતિઓ સર્જાઈ છે. JMAએ 46 “રેકોર્ડ શોર્ટ-ટાઈમ હેવી રેન” ચેતવણીઓ જાહેર કરી, જે દર્શાવે છે કે આવો વરસાદ ઘણા વર્ષોમાં એકવાર જોવા મળે છે. આ ઉપરાંત, કેન્દ્રીય સરકારે ઈમરજન્સી ડિઝાસ્ટર વોર્નિંગ મીટિંગ યોજી અને લોકોને રીઅલ-ટાઈમ “કિકિકુરુ” હેઝાર્ડ મેપ પર નજર રાખવા અને જરૂર પડે તો ઊંચા માળે આશરો લેવા જણાવ્યું છે.
વાહનવ્યવહાર ખોરવાઈ ગયો
પ્રભાવિત વિસ્તારો અને જનજીવન પર અસરટોક્યોના શિબુયા, ઈકેબુકુરો, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ પર પાણીનો નિકાલ થઈ શક્યો નથી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં ટોક્યોની શેરીઓ પાણીથી ભરાઈ ગયેલી અને વીજળીના કડાકા સાથે ભયાનક દ્રશ્યો જોવા મળ્યા. ટોક્યો મેટ્રોપોલિટન ગવર્નમેન્ટે મેગુરો નદીની નજીકના રહેવાસીઓને પૂરના જોખમ વિશે ચેતવણી આપી છે.
આ ઉપરાંત, ભંગાણવાળા રસ્તાઓ, ભૂગર્ભ પસારો, અને શોપિંગ વિસ્તારોમાં પણ પૂરનું જોખમ વધ્યું છે, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. એક ઘટનામાં, એક રાહદારી ખુલ્લા મેનહોલમાં પડી ગયા હોવાનું પણ નોંધાયું, જે ભારે વરસાદ દરમિયાન ખતરનાક પરિસ્થિતિઓનું ઉદાહરણ આપે છે.
આગામી આગાહી અને સાવચેતીનાં પગલાં
JMAની આગાહી અનુસાર, શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી કાન્ટો પ્રદેશમાં 150 મિલીમીટર અને યામાનાશી તેમજ નાગાનોના કોશિન પ્રદેશમાં 100 મિલીમીટર વધુ વરસાદ પડી શકે છે. જોકે, ભારે વરસાદની તીવ્રતા હવે ઘટી રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પૂર અને ભૂસ્ખલનનું જોખમ યથાવત્ છે.
આ ઉપરાંત, હવામાન એજન્સીએ લોકોને નદીઓના કાંઠે અને ભૂગર્ભ વિસ્તારોમાં સાવધાની રાખવા જણાવ્યું છે, કારણ કે આવા વિસ્તારોમાં પૂરનું જોખમ વધારે છે. ડ્રાઈવરોને પણ પરિચિત અને સુરક્ષિત રૂટો પસંદ કરવાની સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને રાત્રિના સમયે.
પર્યાવરણીય પરિબળો અને ભવિષ્યની ચિંતાઓઆ ભારે વરસાદનું કારણ બાઈઉ ફ્રન્ટની પ્રવૃત્તિ અને અસ્થિર વાતાવરણીય પરિસ્થિતિઓ છે, જે આબોહવા પરિવર્તન સાથે જોડાયેલી હોવાનું મનાય છે. JMAએ જણાવ્યું છે કે ઉત્તરીય ગોળાર્ધમાં આગામી પાનખરમાં લા નીના ઘટનાની 40% શક્યતા છે, જે વધુ પૂર અને દુષ્કાળનું કારણ બની શકે છે.
જાપાનમાં આવી આફતો નવી નથી. વર્ષ 2020માં કુમામોટોમાં થયેલા ભારે વરસાદે 67 લોકોના જીવ લીધા હતા, અને આવી ઘટનાઓ આબોહવા પરિવર્તનને કારણે વધુ તીવ્ર બની રહી છે.
બાબા વેંગાએ કરી હતી આગાહી(Baba Vanga Prediction)
જાપાન પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી આગાહી તાજેતરમાં જ બાબા વેંગાએ કરી હતી. ત્યારે હવે તેમની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. બાબા વેંગાએ દાવો કર્યો હતો કે 5 જુલાઈ, 2025 ના રોજ જાપાનમાં એક વિશાળ સુનામી આવી શકે છે જે 2011 ના વિનાશક તોહોકુ ભૂકંપ કરતાં પણ વધુ ખતરનાક હશે.
બાબા વેંગાની આ આગાહી પડી છે સાચી
જાપાનના ‘બાબા વેંગા’ ના પુસ્તક ‘ધ ફ્યુચર એઝ આઈ સી ઈટ’ માં કરવામાં આવેલા દાવાઓ પહેલા પણ ઘણી વખત સાચા પડ્યા છે – જેમ કે 2011 ની સુનામી, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને કોવિડ-19 રોગચાળાની આગાહી. લોકો એટલા ડરી ગયા છે કે તેઓ તેમની યોજનાઓ મુલતવી રાખી રહ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ
Baba Vanga Prediction: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, જાપાનના લોકોની ઉંઘ હરામ
Montu Patel scam: 5 હજાર કરોડના કૌભાંડી મોન્ટુ પટેલે વિજ્ઞાનીની પેટન્ટ ચોરી
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!