
Gujarat Law and Order: ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. તે બેટી બચાવ અને બેટી પઢાવવાના નારા લગાવી રહી છે. જો કે તેના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાતમાં રોજે રોજ મર્ડર, લૂંટ, રસ્તા વચ્ચે મારામારી, બેફામ દારુ પી વાહનો હંકારવા સહિતની પ્રવૃતિઓ વધી ગઈ છે. આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોનો જીવ જઈ રહ્યો છે. જેથી ગુજરાત સરકાર ઘેરાઈ છે.. ગુજરાતમાં દિકરીઓ અને મહિલાઓની સ્થિતિ અને સુરક્ષા-વ્યવસ્થા કથળી રહી છે. જેથી હવે ભીંસમાં આવેલી સરકારે પગલા લેવા બેઠક યોજવાની તૈયારીઓ કરી છે.
આજે (17 માર્ચ) સાંજે 4 વાગ્યે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહત્ત્વપૂર્ણ બેઠકમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સમીક્ષા કરશે. એમાં IG,CP,SP હાજર રહેશે. રાજ્યના DGP વિકાસ સહાયને કડક પગલાં લેવા આદેશ કરાયો છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાયદાની કથળતી સ્થિતિને લઈ ચર્ચા થવાની છે. સાથે સાથે લોકો કાયદાઓનું પાલન કરે તે માટે પોલીસ પ્રશાસન સાથે ચર્ચા કરાશે.
વડોદરા-રાજકોટમાં થયેલા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ ગયા
તાજેતરમાં વડોદરામાં બેફામ બનેલા રક્ષિત ચોરસિયાએ કારની અડફેટે 8 લોકોને લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતુ. બીજી બાજુ રાજકોટમાં પણ એક કારચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ બંને અકસ્માતમાં કારચાલકો દારુ પીધેલી હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી પોલીસને ડ્રિક અન્ડ ડ્રાઈવના કેસમાં સતત કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી શકે છે.
અમદાવાદની હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો
બીજી તરફ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની સ્થિત કથળી રહી છે. અમદાવાદના એક હોટલમાંથી 22 મહિલાને ગળે ટુંપો દઈ મારી નાખવામાં આવી છે. આ સિવાય પણ ઘણી જગ્યાએ મહિલાઓ પર રેપ, હત્યા સહિતના ગુનોઓ બની રહ્યા છે. જેને લઈ ગુજરાતની છબી ખરડાઈ રહી છે. લોકો ભાજપ સરકારને ધિક્કારી રહ્યા છે.
વસ્ત્રાલમાં ગુંડાઓએ મચાવ્યો હતો આતંક
ઉલ્લેખનીય છે કે હોળીની રાત્રે (13 માર્ચ, 2025) અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાઓએ બેફામ બની નાગરિકોને માર માર્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા હતા. તેમણે 15 માર્ચ, 2025ના રોજ બપોરે 3 વાગ્યે અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનો આપ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ આદેશ કર્યાના આજે (17 માર્ચ, 2025) બપોરે 3 વાગ્યે 48 કલાક પૂર્ણ થઈ રહ્યા છે. આ 48 કલાકમાં અમદાવાદ પોલીસે 25થી વધુ ગેંગનું લિસ્ટ તૈયાર કરી લીધું છે.
તાંત્રિક વિદ્યા અને અંધશ્રધ્ધામાં ગુજરતાના કેટલાંક વિસ્તાર
ગુજરાત સરકારે તાજેતરમાં જ અંધશ્રધ્ધા ફેલવતાં તત્વો સામે કાયદો બનાવ્યો છે. જોકે હજુ સુધી પોલીસે આ કાયદા હેઠળ કોઈ નક્કર પગલાં ભર્યા હોયો તેવું સામે આવ્યુ નથી. જેથી તાંત્રિકો, ભૂવાઓ બેફામ બની રહ્યા છે. તેઓ બલી ચઢાવવા જરાય ડરતાં નથી. તાજેતરમાં જ છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આવેલા એક ગામમાં એક ભૂવાએ બાળીકીની કુહાડી મારી હત્યા કરી નાખી હતી. પરિવારે જણાવ્યું હતુ કે ભૂવાએ અમારી 5 વર્ષિય બાળકીની બલી ચઢાવી દીધી હતી. આ બાદ પોલીસે આરોપી ભૂવાને ઝડપી લીધો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ
આ પણ વાંચોઃ A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?
આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death