
Nitin Gadkari: છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશમાં ઇથેનોલને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે ઇથેનોલના કારણે તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. આ બાબતે ગડકરીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયાનું પરિણામ છે. કહ્યું મારું મગજ દર મહિને 200 કરોડ રૂપિયા કમાય છે. મારી પાસે પૈસાની કોઈ કમી નથી અને હું નીચે પડતો નથી. માસિક 200 કરોડની અધધ કમાણી કરનાર નીતિન ગડકરી આવું બોલી ફસાયા છે. તેમની પોલ પણ બહાર આવી ગઈ છે.
In the 2024 Lok Sabha election affidavit, Nitin Gadkari declared:
-Total assets: ₹ 28.3Crs
-Total liabilities: ₹ 6.2Crs.As per below report, he claims to earn whopping 200 Crores a month..
Isn’t this breach of misinformation on oath paper?
Will ECI dare do any Enquiry? pic.twitter.com/aHAQBn5Icy
— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) September 14, 2025
કારણ કે નીતીન ગડકરીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીતવા સોગંદનામું કર્યું હતુ. તેમાં તેમણે કુલ સંપતિ 28.3 કરોડ દર્શાવી હતી. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે દર મહિને 200 કરોડ કમાનાર ગડકરીએ પોતાની સંપતિ 28.3 જ કરોડ કેમ દર્શાવી?, આટલી ઓછી કેવી રીતે દર્શાવી. શું તેમને સોગંદનામા ખોટી માહિતી આપી હતી?, શું આ મામલે શું ECI કોઈ તપાસ કરવાની હિંમત કરશે?
પુત્રને ફાયદો કરાવવાના આરોપ
નાગપુરમાં એગ્રીકોસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, ગડકરીએ કહ્યું, “તમને લાગે છે કે હું પૈસા માટે આ બધું કરી રહ્યો છું? મને ખબર છે કે પ્રામાણિકપણે કેવી રીતે કમાણી કરવી. હું દલાલ નથી.” નેતાઓ પોતાના રાજકીય ફાયદા માટે લોકોને લડાવવાની કળા જાણે છે.
ઉલ્લેખનીય છે કે ગડકરી પર આરોપ લાગ્યા છે કે ઈધણમાં ઈથેનોલ ઉમેરી પોતાના પુત્રને ફાયદો કરાવવા માગે છે. જેના પર નીતીન ગડકરી ભડક્યા હતા. ગડકરીએ તેમના પુત્રના વ્યવસાય વિશે વાત કરતા કહ્યું કે તેઓ તેમને ફક્ત નવા વિચારો અને વિચારો જ આપે છે. તેમણે કહ્યું, “મારો પુત્ર આયાત-નિકાસના વ્યવસાયમાં છે. તેણે તાજેતરમાં ઈરાનથી 800 કન્ટેનર સફરજન આયાત કર્યા છે અને અહીંથી 1,000 કન્ટેનર કેળા મોકલ્યા છે.” તેમણે આગળ કહ્યું, “મારો પુત્ર ગોવાથી 300 કન્ટેનર માછલી લઈને સર્બિયા પહોંચ્યો. તેણે ઓસ્ટ્રેલિયામાં દૂધ પાવડરની ફેક્ટરી પણ સ્થાપી છે. તે અબુ ધાબી અને અન્ય સ્થળોએ 150 કન્ટેનર મોકલે છે.”
ગડકરીએ કહ્યું કે તેમનો પુત્ર પણ ITC સાથે ભાગીદારીમાં 26 ચોખાની મિલો ચલાવે છે. “મને પાંચ લાખ ટન ચોખાના લોટની જરૂર છે, તેથી તે મિલો ચલાવે છે અને હું લોટ ખરીદું છું.” તેમણે આવા વ્યવસાયોને ઉદાહરણ તરીકે ટાંક્યા કે કેવી રીતે વ્યવસાયિક કુશળતા કૃષિમાં તકો ઊભી કરી શકે છે.
આ પણ વાંચો:
Nitin Gadkari: “દેશમાં ગરીબોની સંખ્યા વધી”, મોદી સરકારની પોલ ખોલતા ગડકરી
PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!
પિતાએ ઘર બનાવવા ખેતર વેચ્યું, પુત્રએ Free Fire રમવામાં 13 લાખ ઉડાવી દીધા, પિતાના ઠપકાથી જીવનનો અંત
Bihar: મોદીએ અદાણીને 1 રુપિયાના ભાવે 1,050 એકર જમીન પધરાવી, મોદી જતાં જતાં અદાણીને….
E-challan: 5 વર્ષ સુધીના ઈ-ચલણો માફ, વાહનચાલકોને દિવાળી!, કયા રાજ્યમાં લીધો નિર્ણય?
ગુજરાતમાં વેચાઈ રહી છે 500-100 રૂપિયાની નકલી ચલણી નોટો? વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ







