
Gujarat bicycle scam: ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓ માટે ખરીદવામાં આવેલી સાયકલમાં ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં ગુજરાતે સાયકલ દીઠ 500 રૂપિયા વધુ ચૂકવ્યા છે છતાં સરકાર તરફથી આ કેસમાં કોઈ તપાસ થઈ નથી. રાજસ્થાનમાં એક સાયકલ 3857 રૂપિયામાં આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયામાં સપ્લાય કરે છે. એક સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજા ચૂકવી રહી છે.
ગુજરાતે સાયકલો ખરીદવા વધુ નાણાં ખર્ચ્યા
પ્રજાના પરસેવાના, ટેક્ષના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે. આમ 1 લાખ 70 હજાર સાયકલો એટલે કે સાડા 8 કરોડ રૂપિયા વધારે ચુકવવામાં આવ્યા છે. તેમ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે.
અમિત ચાવડા આરોપો લગાવતાં કહ્યું વર્ષ 2023-24માં 1 લાખ 70 હજાર સાયકલો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જો કે CM ઓફીસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીના સ્પેશીફીકેશન SPCને બદલે સીધો વિભાગ નક્કી કરે છે. સાયકલની ખરીદી પ્રક્રિયા મે- 2023 માં થવી જોઈએ એને બદલે આખી પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થાય છે.
સાયકલો ગ્રીમ્કોના વેરહાઉસમાં પહોંચે છે, ગ્રીમ્કો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા 425 રૂપિયા વધુ એલ્વન કંપની સાયકલ એમાં 10 કરોડ જેટલા ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી છે અને સુચનાથી આ કંપનીને ઓર્ડર અપાયો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
સાયકલો ગુણવત્તાયુક્ત ન હતી
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મિડિયામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે વિદ્યાર્થિનોને સાયકલ ન આપતાં વરસાદી પાણીમાં કાટ ખાઈ રહી છે. છતાં સરકાર કન્યાઓને સાયકલો વતરણ કરી રહી નથી. જોકે તેનું અસલી કારણ હવે સામે આવ્યું છે. તેનું કારણ છે, કે સાયકલનો લેબ તપાસ કરતાં તેની ગુણવત્તા સારી ન (નેગેટિવ) નીકળી હતી. જેથી જ સરકારે સાયકલો વિતરણ કરી ન હતી. જો કે સરકાર આ વાત છૂપાવી રહી હતી. ત્યારે આ વાતનો અમિત ચાવડાએ ભેદ ઉકેલી નાખ્યો છે.
હાલ વર્ષ 2025 આવી ગયું છતાં સાયકલો કન્યાઓને સરકાર દ્વારા વિતરણ કરવામાં આવી નથી. જેથી વહેલી તકે સારી ગુણણવત્તા વાળી સાયકલો વિતરણ કરવામાં આવે તેવી માગ અમિત ચાવડાએ કરી છે.
આ પણ વાંચોઃ Pune Rape Case: બસમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો
આ પણ વાંચોઃ DWARKA: શિવલિંગ ચોરો ઝડપાયા, યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સો શિવલિંગને હિંમતનગર ઉઠાવી ગયા!
આ પણ વંચોઃ Chhaava Film: મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ છવાઈ, પુષ્પા 2 નો તોડ્યો રેકોર્ડ, લક્ષ્ય 500 કરોડ