
Surat News: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક 17 વર્ષિય બાળકનું મોત થયું છે. આ મોત બાદ પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. સાથે જ ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. જેથી હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષિય જન્તુ કુમાર પાસવાન નામના બાળકે જીવ ગુમાવ્યો છે. બાળકોના પરિવારે કહ્યું ડોક્ટરની બેદરકારીના લીધે અમારા દિકરાનો જીવ ગયો છે. જ્યારે પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યારે બાળક સ્વસ્થ્ય હતો, પરંતુ મોડી રાત્રે ઇન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત લથડી હતી અને વહેલી સવારે મોત નીપજ્યું હતું.
બાળકને કઈ બિમારી હતી?
મળતી જાણકારી અનુસાર બાળકને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં 28 ફેબ્રુઆરીએ દાખલ કરાયો હતો. આ દરમિયાન તે સ્વસ્થ્ય હોવાનો પરિવારે દાવો કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે ગઈ મોડી રાત્રે ઇન્જેકશન આપ્યા બાદ સગીરની તબિયત લથડી હતી અને વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારે હોબાળો મચાવ્યો છે અને ડોક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ પણ વાંચોઃ BHARUCH: લગ્નમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકી, વર પરણવા જાયે તે પહેલા વરઘોડામાં મારામરી
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામી નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash
આ પણ વાંચોઃ Trade War: છેડાયો ટ્રેડ વોર.. હવે ચીન-કેનેડાએ પણ લગાવ્યો અમેરિકા પર ટેરિફ, 25 US કંપનીઓ પર પ્રતિબંધ