Panchmahal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, મહિલાને ધારિયાના ઘા

  • ‘તમારો પૌત્ર રાજદીપ અમારી પુત્રી ભગાડી લઈ ગયો’ કહી આગ ચાંપી
  • એક મહિલાને ઈજાઓ પહોંચતાં સાવાર હેઠળ
  • પોલીસે બારિયા પરિવારના 4 શખ્સો સામે ગુનો નોંધ્યો
Panchmahal Crime: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકામાં એક યુવતીને ભગાડી જવાની બાબતને લઈ તેનું આખું ઘર સળગાવી દેવામાં આવ્યુ છે. સાથે સાથે અન્ય ઘરો પણ બળી ગયા છે. આ ઘટનામાં એક મહિલા પર ધારિયાથી હુમલો થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને નજીકન હોસ્પિટલમાં ખસેડાઈ છે.  આગ પ્રસરી જતાં 4 ઘરો બળીને રાખ થઈ ગયા છે. ઘરોમાં રહેલો લાખો રુપિયાનો સામાન બળી ગયો છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં દિવસને દિવસે હિંસક ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે ગોધરા તાલુકામાં આવેલા નસીરપુર ગામમાં એક યુવકનું આખે આખુ ઘર પેટ્રોલ નાખી સળગાવી દેવાયું છે. આ હિંસામાં એક મહિલાને ધારિયું વાગી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાઈ છે. ગામના 4 જેટલા માથાભારે શખ્સોએ આ કૃત્ય આચર્યું છે.

આ પણ વાંચોઃ Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ

શહેરા તાલુકના લોકોએ ગોધરા તાલુકામાં આવી હુમલો કર્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામનો રાજદીપ નામનો યુવક શહેરા તાલુકાના ખોજલવાસા ગામની એક યુવતીને ભગાડીને લાવ્યો હતો. જેથી ગત રોજ સવારે 11 વાગ્યે યુવતીના પરિવારના 4 લોકો નસીરા ગામે આવી પહોચ્યા હતા અને રાજદીપના ઘરે આવી કહ્યું હતુ કે તમારો પૌત્ર રાજદીપ અમારી પુત્રી જીજ્ઞાને ભગાડીને લાવ્યો છે. જો સાંજ સુધીમાં છોકરી પાછી નહીં આપો તો ઘરને ધીકાવી દઈશું કહી નાસી ગયા હતા.

બીજીવાર આરોપીએ આગ ચપી દેતાં 4 ઘરોમાં પ્રસરી ગઈ

ત્યારબાદ સાંજના 6 વાગ્યે આ 4 માથાભારે શખ્સઓ ધારિયું, પેટ્રોલ અને લાકડી લઈને આવી રહેણાંક મકાનને આગ ચાંપી દેતા એક સાથે 4 મકાન સળગવા લાગ્યા હતા. જ્યારે પરિવારના સભ્યો બૂમો પાડવા છતાં કોઈ વાત સાંભળી ન હતી. જોત જોતમાં 4 ઘર સળગી ગયા હતા. જેના પગલે ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. ઘરોમાં રહેલા ગેસના બાટલા ભારે જહેમતથી બહાર કઢાયા હતા. જો તે ફાટ્યા હોત તો કોઈનું મોત પણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ ગોધરા તાલુકા પોલીસે 4 જેટલા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાને ધારિયું માર્યું

જ્યારે પરિવારના સભ્યો આગ બૂઝાવતાં હતા ત્યારે આરોપી શખ્સ પ્રવિણ બારિયાએ ફરિયાદીના ભાભી પુનીબેનના માથા પર ધારિયાથી હુમલો કર્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલા પુનીબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આટલા મુદ્દામાલનું નુકસાન?

આ આગ લાગતાં પરિવારો ભાગી પડ્યા છે. લાખો રુપિયાનો મુદ્દામાલ સળગી ગયો છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે જેમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો. આગમાં ઘરમાં રાખેલું અનાજ, ઘરવખરી અને કિંમતી દાગીના બળીને ખાક થઈ ગયા હતા. જેથી ફરિયાદીએ આશરે રૂ. 7,94,400નું નુકસાન થયું હોવાની ફરિયાદ કરી છે. હાલ સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓના નામ

પ્રવિણભાઈ બારિયા
મનીષભાઈ બારિયા
પ્રભાતભાઈ બારિયા
રાજેન્દ્રસિંહ બારિયા

 

આ પણ વાંચોઃ Vadodara: શહેર ભાજપની જૂથબંધીને જડબાતોડ જવાબ, જયપ્રકાશ સોનીને પ્રમુખ પદ સોંપાયું

આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

આ પણ વાંચોઃ Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર

 

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને