Mumbai: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મામલે સુપ્રિમનો ચૂકાદો, ઝૂંપડપટ્ટી વિકાસનું કામ ચાલુ રહેશે

 

Mumbai Slum Development Court decision: આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક, મુંબઈના ધારાવીના ચાલી રહેલા રિડેવલોપમેન્ટ પર રોક લગાવવાનો સુપ્રિમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની આગેવાની હેઠળની બેન્ચે મહારાષ્ટ્ર સરકાર અને પુનઃવિકાસ બિડ જીતનાર અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી જવાબ માંગ્યો છે.

મુંબઈ મ્યુન્સિપલ કોર્પેરેશન દ્વારા ધારાવીના નામે ઓળખાતી ઝુંપડપટ્ટીના ટેન્ડર વર્ષ 2018 બહાર પડાયું હતુ. જેમાં UAEની સેકલિંક કંપનીને સૌથી વધુ બોલી લગાવી ઝીપડપટ્ટી પુનઃવિકાસનો પ્રોજેક્ટ મળ્યો હતો. જો કે કેટલાંક કારણો આપી તેનું ટેન્ડર રદ્દ કરી દેવામાં આવ્યું હતુ. ત્યાદ બાદ બીજીવાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતાં અદાણી ગૃપની કંપની અદાણી પ્રોપર્ટીઝ લિમિટેડને આ પ્રોજેક્ટ આપી દેવામાં આવ્યો હતો.

ત્યારે આ મામલે સેકલિંક કંપનીએ બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખટાવ્યા હતા. જો કે ત્યા પણ કંપનીને હાર મળી હતી. ત્યાર બાદ આ કંપનીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે ત્યાથી પણ હાર મળી છે. જ્યારે અદાણી ગૃપની જીત થઈ છે અને પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

ત્યાર આ મામલે આજે સુપ્રિમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના 20 ડિસેમ્બર, 2024ના ચૂકાદાને પડકારતી અરજી અંગે સુનાવણી કરી હતી. જેમાં અદાણી પ્રોપર્ટીઝને આપવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયાને યોગ્ય ગણાવી ઝૂપંડપટ્ટી વિકાસનું કામ ચાલુ રાખવા કહ્યું છે.

સાથે સાથે બોમ્બે હાઇકોર્ટે આપેલો ચૂકાદો સુપ્રિમે યોગ્ય ગણાવ્યો હતો. સુપ્રિમે UAE સ્થિત સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશનની અરજીને ફગાવી દીધી હતી.

સેકલિંક કંપની 2018 માં સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરાઈ હતી

UAE સ્થિત સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન કંપનીએ 2018માં મુંબઈ સ્થિત ઝુપડપટ્ટી રિડવલોપમેન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન સૌથી મોટી બોલી લગાવી પ્રોજેક્ટ હાંસિલ કર્યો હતો. જો કે તે ટેન્ડર પ્રક્રિયા રદ કરી દીધી હતી. અને બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં અદાણી ગૃપની કંપની અદાણી પ્રોપર્ટીઝ લિમિટેડએ સૌથી વધુ બોલી લગાવતાં  પ્રોજેક્ટ સેકલિંક કંપનીના હાથમાંથી જતો રહ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે 2022 માં પ્રારંભિક ટેન્ડર રદ કરીને નવી શરતો હેઠળ ફરીથી નવું ટેન્ડર જાહેર કરતાં કાનૂની લડાઈ પેચીદી બની હતી. જેમાં અદાણી ગૃપ ફાવી ગયું હતુ. અદાણી ગ્રુપ 5,069 કરોડ રૂપિયાની ઓફર સાથે સૌથી વધુ બોલી લગાવી ઝૂંપડપટ્ટીના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મેળવી લીધો હતો.

સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન અદાણી ગૃપ સામે અરજી કરી હતી

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન, સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સી આર્યમા સુંદરમે કોર્ટમાં યથાસ્થિતિ જાળવવા માટે અરજી કરી અને વર્તમાન સૌથી વધુ બોલી લગાવનાર કંપની જેવી જ જવાબદારીઓ હેઠળ રૂ. 7,200 કરોડની મૂળ બોલી 20% વધારીને રૂ. 8,640 કરોડ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

અદાણીએ કામ ચાલુ કરી દેતાં હવે કશું નહીં થાય

હાલ અદાણીએ આ ઝુંપડપટ્ટી વિકાસનું કામ ચાલુ કરી નાખ્યું છે. જેથી હવે ચાલુ કામે અટકાવાશે તો નુકસાન જશે. જેથી ચીફ જસ્ટિસ ખન્નાએ યથાસ્થિતિ જાળવવાની વિનંતીને ફગાવી દીધી હતી. અદાણી પ્રોપર્ટીઝનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને ચાલુ બાંધકામ પ્રવૃત્તિ વિશે માહિતી આપતા કહ્યું કે ભંડોળ જમા થઈ ગયું છે અને હાલમાં સ્થળ પર લગભગ 2,000 લોકો રોજગારી આપે છે. ચાલુ કામ અટકાવવું નુકસાનકારક સાબિત થશે.

 

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ Anand Police suspend: પોલીસ બેડામાં ખળભળાટ, આણંદ સબજેલના વધુ 4 પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો કારણ?

આ પણ વાંચોઃ Anand: બોરસદના યુવકે મુંબઈની યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ, વિક્રોલી પોલીસ ઉઠાવી ગઈ

આ પણ વાંચોઃ Gujarat Politics: રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, વર્ષોથી મડદુ થઈ પડેલી કોંગ્રેસ શું કરવા માગે છે?

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી