
Chahal and Dhanashreena’s divorce: આખરે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ 20 માર્ચે તેની પત્ની ધનશ્રી વર્માથી કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધા છે. બોમ્બે હાઈકોર્ટે ફેમેલી કોર્ટને ચૂકાદો આપવા સૂચન કર્યું હતુ. ત્યારે બાંદ્રા ફેમિલી કોર્ટે દંપતીની છૂટાછેડા અરજી મંજૂર કરી હતી. છૂટાછેડા પછી વકીલ નીતિન ગુપ્તા મીડિયા સામે આવ્યા અને જણાવ્યું કે કેવી રીતે દંપતીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે.
ગુરુવારે જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી. બદલામાં, ભારતીય ક્રિકેટર ધનશ્રી વર્માને 4.75 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે આપશે. અહેવાલો અનુસાર, યુઝવેન્દ્ર ચહલે પહેલાથી જ રુ. 2.37 કરોડ ચૂકવી દીધા છે. કોર્ટે દંપતીના છ મહિનાના કૂલિંગ-ઓફ સમયગાળાને માફ કરી દીધો હતો. આ એવો સમય છે જ્યારે છૂટાછેડાની અરજી પછી, કોર્ટ દંપતીને સાથે રહેવા અને તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવાની બીજી તક આપે છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંને પ્રેમમાં પડ્યા હતા. તે સમયે ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર હતી, તેથી ઓનલાઈન ડાન્સ ક્લાસ લેતી વખતે ચહલ તેના પ્રેમમાં પડી ગયો હતો. ડિસેમ્બર 2020 માં, બંનેએ લગ્ન કર્યા હતા. પછી તેમના વચ્ચે ઝઘડાઓ વધી ગયા હતા. બંને જૂન 2022 થી અલગ રહેવા લાગ્યા હતા. ત્યારે હવે કોર્ટે તેમને કાયદેસરના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!
આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાલમાં ગુંડાગીરી સામે આવ્યા બાદ બૂલડોઝર કાર્યવાહી
આ પણ વાંચોઃ Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી
આ પણ વાંચો: Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો