Dakor: ડોક્ટર પર હુમલો કરવાની ઘટનામાં ત્રણ શખ્સોની ધરપકડ, કેટલાંક ફરાર

 Dakor News: ગુજરાતમાં કંઈને કંઈ બાબતે ડોક્ટર પર હુમલા થતાં હોય છે. ઘણીવાર દર્દી મૃત્યુ પામે તો તેના પરિવારજનો દ્વારા ડોક્ટરો પર હુમલા થતાં હોય છે. જેથી ડોક્ટરની સુરક્ષા સામે પણ સવાલો પેદા થયા છે. ત્યારે ખેડા જીલ્લાના યાત્રાધામ ડાકોરમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પર હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે મહિલા ડોક્ટર ન હોવાના કારણે 8થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો છે.  આ ઘટનામાં અત્યાર સુધી 3 આરોપી શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

મહિલા ડોક્ટર કેમ નથી કહી હુમલો કર્યો

દર્દીઓ સાથે આવેલા લોકોએ મહિલા ડોક્ટર ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ડાકોર પોલીસ સ્ટેશનમાં મેડીકલ ઓફીસરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત રાત્રે ડાકોર નજીક રીક્ષા અને બાઈક અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ડાકોરની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. તે સમયે ઈજાગ્રસ્તોની સાથે આવેલા લોકોએ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી, તમે કેમ સારવાર કરો છો, તેમ કહી ફરજ પરના ડોક્ટર સાથે બોલાચાલી કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

જેમાં મેડિકલ ઓફિસર ડો.ભાવેશ જનસારીએ તે લોકોને કહ્યું હતું કે, હાલ હું ફરજ પર છું, તેમજ મારી સાથે મહિલા નર્સિંગ સ્ટાફ છે. તેમ જણાવતાં લોકોએ ઉશ્કેરાઇ જઈ મેડીકલ ઓફિસર સાથે ફેંટ પકડી ઝપાઝપી કરી લાતોથી માર માર્યો હતો.

ડોક્ટરે સમજાવ્યું કે રાત્રી ફરજ દરમિયાન મહિલા નર્સિંગ સ્ટાફ હાજર છે. આ વાત પછી 8થી વધુ લોકોએ ડોક્ટર સાથે ઝપાઝપી કરી અને લાતોથી મારમાર્યો હતો.

હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, પટાવાળા અને સિક્યુરિટી કર્મચારીઓએ વચ્ચે પડી ડોક્ટરને બચાવ્યા હતા. હુમલાખોરોએ મહિલા ડોક્ટર ન રાખવા બદલ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે હુમલાનો ભોગ બનેલા ડોક્ટર જનસારીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ત્રણ હુમલાખોરોની ધરપકડ

ડાકોર પોલીસે સમગ્ર ઘટનામાં તપાસના ચક્રો ગતિમાન કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્યની અટકાયત કરવા કાર્યવહી હાથ ધરી છે. કેટલાંક હુમલાખોરો હજુ પણ ફરાર છે.

જે આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ તેના નામ

રાજ વિનોદ ચંદ્ર રાણા,
સતપાલસિંહ મનુભાઈ ચૌહાણ,
ભરત લક્ષ્મણસિંહ ચૌહાણ,
આકાશ, સુમિત્રાબેન ચૌહાણ,
ગીતાબેન ચૌહાણ,
મોહનદાસ મહંત અને ભાવુભાઈ સહિત અન્યો

આ પણ વાંચો:

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 1 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 10 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 11 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 13 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 29 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી