
Rajkot: હાલ ઉનાળાની રૂતુ ચાલી રહી છે. જેને લઈ સામજિક સંસ્થાઓના સેવા ભાવથી છાશનું વિતરણ કરી હતી. ત્યારે ગઈકાલે રાજકોટમાં એક સંસ્થાએ બાળકોને ઠંડી છાશનું વિતરણ કર્યું હતુ. જો કે એકાએક 25 બાળકોને ફૂડ પોઈઝનિગની અસર થઈ હતી. જેમાંથી 15 જેટલા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. જેમાંથી એક બાળકની હાલત ગંભીર છે.
રાજકોટ શહેરમાં 17 એપ્રિલની મોડી રાત્રિના ફૂડ પોઇઝિંગની ઘટના બની હતી. ભવાનીનગર વિસ્તરમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે 15 જેટલાં બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જેમાંથી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. જ્યારે કેટલાંક બાળકોની સારવાર ઘરે કરવામાં આવી હતી.
જો કે છાશમાં એવું તે શું હતુ કે ફૂડ પોઈઝનિંગ થયું તે તપાસનો વિષય છે. કે બીજા કારણ અસર થઈ છે. તે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!
Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?
Ahmedabad: 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં, જો હશે તો થશે કાર્યવાહી
Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા
Waqf પર સુનાવણી: સરકારને 7 દિવસમાં કોર્ટમાં જવાબ આપવો પડશે, વાંચો હવે શું થશે?
Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!