Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

  • World
  • April 27, 2025
  • 5 Comments

Vancouver car accident:  કેનેડાના વાનકુવર શહેરમાં શનિવારે રાત્રે એક મોટા સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. એક ઝડપી કાર ભીડમાં ઘૂસી જઈ લોકો પર ચઢી ગઈ હતી. જેમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે ડ્રાઇવરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જો કે કેટલાં લોકો મોતને ભેટ્યા તેની પુષ્ટી થઈ નથી.

અકસ્માત કેવી રીતે થયો?

આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યા(26 એપ્રિલ)ની આસપાસ બની હતી. વાનકુવરમાં પૂર્વ 41મા એવન્યુ અને ફ્રેઝર સ્ટ્રીટ નજીક આ ઘટના બની હતી. અહીં લાપુ લાપુ ડે બ્લોક પાર્ટી ઉજવવામાં આવી રહી હતી, જે ફિલિપાઇન્સની સંસ્કૃતિને સમર્પિત એક પ્રખ્યાત તહેવાર છે. અચાનક એક SUV કાર ખૂબ જ ઝડપે ભીડમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

પોલીસે માહિતી આપી

વાનકુવર પોલીસ X પર જણાવ્યું હતુ કે “ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે અને વધુ વિગતો જાહેર કરવામાં આવશે”

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

 ઘટનાસ્થળના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ત્યાંનું ભયાનક દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા છે. કેનેડાના ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ડોન ડેવિસે આ અકસ્માતને “ભયાનક” ગણાવ્યો અને તમામ પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરી.

લાપુ લાપુ ઉત્સવ શું છે?

લાપુ લાપુ ડે બ્લોક પાર્ટી ફિલિપાઇન્સની સંસ્કૃતિ અને તેમના પ્રથમ રાષ્ટ્રીય નાયક દાતુ લાપુ લાપુની ઉજવણીમાં યોજવામાં આવે છે. 1521માં મેક્ટનના યુદ્ધમાં દાતુ લાપુ લાપુએ સ્પેનિશ આક્રમણકારોને હરાવ્યા હતા. બ્રિટિશ કોલંબિયા સરકારે 2023 થી 27 એપ્રિલને ‘લાપુ લાપુ દિવસ’ તરીકે માન્યતા આપી છે. આ કાર્યક્રમ વાનકુવરના સનસેટ વિસ્તારમાં યોજાય છે, જે સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સમુદાય છે.

આ પણ વાંચોઃ

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?

 Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો

Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન

Related Posts

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!
  • March 20, 2026

Tech World: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી તબાહી મચાવી છે ત્યારે ઈરાને હવે દુનિયાભરને બાનમાં લઈ તેલ-ગેસનો પુરવઠો ખોરવી નાખી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી દીધી છે ત્યારે…

Continue reading
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!
  • March 20, 2026

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views

  • 11 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!