
Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે પાકિસ્તાની હિંદુઓ મહેસાણામાં ઘણા સમયથી વસવાટ કરતાં હોવાથી તે પાકિસ્તાન પાછા જવા માગતાં નથી. જોકે તંત્ર તેમના ઘરો ખાલી કરાવી રહ્યું છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે અમે પાકિસ્તાનથી માંડ માંડ આવ્યા છીએ. અમે મજૂરી કરી માંડ જીવીએ છીએ. પાકિસ્તાનમાં ખૂબ આતનાઓ ભોગવવી પડી રહી છે.
26થી વધુ લોકોના જીવ ગયા બાદ સરકારની કાર્યવાહી
પહેલાગામમાં 26થી વધુ લોકોના જીવ ગયા બાદ ભારતમાં રહેતાં પાકિસ્તાની નાગરિકો સામે ગાળિયો કસ્યો છે. 26 લોકોના જીવ ગયા બાદ કેન્દ્ર સરકારે સુરક્ષામાં ચૂક થયાનું સ્વીકારી પાકિસ્તાન પર કેટલાંક પ્રતિબંધો લાદી છે. જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત, પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા આદેશ સહિતના પગલાં ભર્યા છે. ભારતની કેન્દ્ર સરકારે 1 મે સુધી પાકિસ્તાનીઓને ભારતમાંથી નીકળી જવા કહ્યું છે. જેથી ભારતમાં વર્ષોથી રહેતાં પાકિસ્તાની નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. તેઓ કહી રહ્યા છે કે ભલે અમને ગોળી મારી દેવામાં આવે પણ અમે પાકિસ્તાન નહીં જઈએ. મહેસાણા સહિત કુકસ અને લાખવડમાં રહેતાં પાકિસ્તાની હિંદુ ખતરામાં મૂકાયા છે.
મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારના રામસિંહ ઠાકોરે જણાવ્યું કે, અમે પાકિસ્તાનમાં ઘણાં વર્ષો ત્રાસ સહન કર્યા બાદમાં 2018માં પરિવાર સાથે ભારતમાં આવ્યા છીએ. મારી દીકરી 2024માં આવી છે. અમારા પરિવારના 26 સભ્યો અહીં રહે છે. પાકિસ્તાનની પરિસ્થિતિ પહેલાં કરતાં ખરાબ છે, અહીંયાં પરિસ્થિતિ સારી છે. અમે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. તેમને બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.
મહેસાણામાં 1039 હિન્દુ અને 12 મુસ્લિમ શરણાર્થી
અમદાવાદ બાદ મહેસાણામાં સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ રહે છે. મહેસાણા જિલ્લામાં લોંગ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 790 હિન્દુ શરણાર્થી રહે છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 249 હિન્દુ શરણાર્થી મળી કુલ 1051 શરણાર્થી રહે છે. પહેલી માર્ચ પછી શોર્ટ ટર્મ વિઝા પર આવેલા 249 લોકો કુકસ અને લાખવડમાં રહે છે. તેમના 45 દિવસના વિઝા પૂરા થયા છે. હવે વિઝા રિન્યૂ થાય કે નહીં તે પ્રશ્ન ઉભો થયો છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા
Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો