KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

KHEDA:  ખેડા જીલ્લામાં બે-બે કરુણ ઘટનાઓ ઘટી છે. ગઈકાલે મહેમદાવાદના કનીજમાં મેશ્વો નદીમાં ન્હાવા પડેલા કિશોર-કિશોરીઓ સહિત 6 લોકો ડૂબી જતાં મોતને ભટ્યા હતા. ત્યારે હજુ 6 મૃતકોને અંગ્નિદાહ જ આપ્યો છે. ત્યારે હવે જીલ્લામાંથી બીજી કરુણ ઘટના સામે આવી છે. ઠાસરા તાલુકાના આગરવા ગામે કૂવાના વાયરમાંથી કરંટ લાગતાં પુત્ર,પુત્રી સહિત માતા બચાવવા જતાં તેનું પણ મોત થઈ ગયું છે. પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે.

Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો

આજે 1 મેના રોજ ઠાસરા તાલુકાના આગરવા ગામે બોર કૂવાના તૂટેલા વાયરને અડકતાં કરંટ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. માતા, પુત્ર અને પુત્રીને કરંટ લાગતા કરુણ મોત થયા છે. ખેતરની ઓરડીમાં મીરા(ઉ.વ. 2) નામની દીકરીને કરંટ લાગતા તેની માતા ગીતાબેન(ઉ.વ.39) દીકરીને બચાવવા દોડ્યા હતા. દીકરીને બચાવવા જતાં 39 વર્ષીય માતાને પણ કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તો માતાની સાથે ઓરડીમાં પહોંચેલા દક્ષેશ(ઉ.વ. 8)ને પણ કરંટ લાગ્યો હતો. આ ત્રણેયને બચાવવા જતાં મહિલાના સાસુ લીલાબેન ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સાસુ લીલાબેનને ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટના સ્થળે ડાકોર પોલીસ દોડી ગઈ હતી, જ્યાં તેમણે પંચનામું કરી માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા ગુનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પરિવારમાં શોકનો માહોલ

એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોતથી આગરવા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનો હૃદયદ્રાવક રુદન કરી રહ્યા છે, જયારે ગામલોકો પણ આ દુઃખદ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.

 

મહેમદાવાદના કનીજમાં ડૂબવાથી 6 લોકોના મોત

ખેડા‌ જિલ્લાના મહેમદાવાદ પંથકમાં ગઈકાલે કરુણાંતિકા સર્જાઈ હતી. મામા-ફોઈનાં 5 સંતાનો અને અન્ય એક મળી કુલ 6 લોકો નદીના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યાં હતાં. મોડીરાત સુધીમાં આ તમામના મૃતદેહોને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા.  બાદમાં પીએમ કરાવ્યા હતા.

ચાર ભાણેજના મૃતદેહને અમદાવાદના નરોડા ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે આજે બે સંતાનોના કનીજ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે બેની અંતિમ યાત્રા નીકળી ત્યારે પરિવારમાં ભારે રુદન હતુ. ગ્રામજનોમાં પણ શકોનું વાતાવરણ છવાઈ ગયું હતુ. ખેડા જીલ્લાની બે-બે ઘટનાઓથી લોકોમાં દુઃખની લાગણી છે.

 

 

 

 

 

આ પણ વાંચોઃ

 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 2 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 4 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 3 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 8 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 7 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 10 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ