PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

BJP leader praises PM Modi: ભાજપા નેતાઓ દેશની સેનાનું અપમાન કરતાં જરાઈ ખચકાઈ રહ્યા નથી. નેતાઓ વારંવાર દેશની સેનાનું અપમાન કરી રહ્યા છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ મોદીની પ્રશંસા કરવા જતા સેનાનુ અપમાન કર્યું છે.

‘સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક’

મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ કહ્યું હતુ કે “દેશની સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે,” તે અત્યંત આપત્તિજનક અને અયોગ્ય છે. ભારતીય સેના એક બંધારણીય સંસ્થા છે, જે દેશ અને તેના બંધારણ પ્રતિ નિષ્ઠા ધરાવે છે, નહીં કે કોઈ વ્યક્તિ વિશેષ પ્રતિ. આ પ્રકારનું નિવેદન સેનાના સન્માન, સ્વતંત્રતા અને વ્યાવસાયિક ગરિમાને ઠેસ પહોંચાડે છે.

સેનાના મનોબળ પર નકારાત્મક અસર

આ નિવેદન માત્ર સેનાનું અપમાન જ નથી કરતું, પરંતુ લોકશાહી મર્યાદાઓનું પણ ઉલ્લંઘન કરે છે, કારણ કે તે સેનાને રાજકીય વ્યક્તિની ચાટુકારિતા સાથે જોડે છે. સેનાનું કાર્ય દેશની રક્ષા કરવાનું છે, નહીં કે કોઈ નેતાની પ્રશંસામાં નતમસ્તક થવું. આવી ટિપ્પણી સેનાના મનોબળ પર નકારાત્મક અસર કરી શકે છે અને લોકોમાં ખોટો સંદેશ આપે છે.

જાહેર જીવનમાં  હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ  વાણી પર સંયમ જરુરી

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓએ આની કડક નિંદા કરી છે, અને ઘણા લોકોએ માફી કે બરતરફીની માગણી કરી છે, જે આ નિવેદનની ગંભીરતા દર્શાવે છે. જાહેર જીવનમાં જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ અને એવી ટિપ્પણીઓથી બચવું જોઈએ જે રાષ્ટ્રીય સંસ્થાઓની ગરિમાને ઘટાડે.

ઉલ્લેખયનીય છે કે પહેલા જેવું દેશના જવાનોનું સન્માન ભાજપા નેતા તો જવાદો પણ આમ નાગરિકો પણ કરતાં નથી. વર્તમાન સમયમાં જવાનો પર હુમલા થાય છે. આવી ઘટના તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં બની હતી. જ્યા સેનાના જવાન અને તેમની પત્ની પર હુમલો થયો હતો. પહેલા લોકો દેશના જવાનોનું સન્માન કરતાં. તેમને લોકો આદરપૂર્વક બોલાવતાં હતા. અત્યારે દેશના જવાનોને પોલીસ જેટલું પણ સન્માન મળતું નથી. 90 ના દાયકા પૂર્વે દેશના નાગરિકો જવાનોને વસ્તુઓ પણ ભેટ આપી દેતાં હતાં. તેમનું બહુમાન કરતા હતા. જ્યારે આજે માત્ર જવાનોનું દેખાડા પુરતું જ સન્માન થાય છે.

આ વીડિયોમાં બોલિવૂડ અભિનેતા અક્ષય દ્વારા પીએમ મોદીના લેવામાં આવેલા ઈન્ટરવ્યૂની પણ ચર્ચા કરવામાં આવી છે.

આ મુદ્દાઓ પર વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અરુણ શર્મા સાથે મયૂર જાનીની ખાસ વાત. જુઓ અને તમારો અભિપ્રાય આપો.

 

આ પણ વાંચોઃ

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, કેમ આપ્યા રાજીનામા જાણો?

Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 5 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો