Gujarat Rain news: સૌરાષ્ટ્ર-દક્ષિણના વાતાવરણમાં પલટો, દરિયાઓમાં જોવા મળ્યો કરંટ

Gujarat Rain news: ગુજરાતમાં અચાનક પડેલા વરસાદે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા ફેરફારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણને કારણે ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાનમાં પલટો આવતા સૌરાષ્ટ્રના દરિયાઓમાં કરંટ જોવા મળ્યો હતો. આજે જાફરાબાદ દરિયા કાંઠે કરંટ જોવા મળતા સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે.

જાફરાબાદ બંદર પર લગાવાયું 1 નંબરનું સિગ્નલ

દરિયામાં ડિપ્રેસરના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો હતો.જેથી માછીમારો સતર્ક રહે તે માટે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે જેથી જાફરાબાદ, ચાંચબંદર, પીપાવાવ, ધારાબંદર સહિતની બોટો કિનારે લાંગારાઈ છે. તેમજ માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી

અરબી સમુદ્રમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય હોવાથી વરસાદ પડી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી માટે વાવાઝોડા સાથે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે 24 થી 25 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે 26 અને 27 તારીખે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસુ ક્યારે આવશે?

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી પહેલાં ગુજરાતમાં આવી શકે છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે 4 દિવસ વહેલું, 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.

આ પણ વાંચો:

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Gujarat MGNREGA scam : કૌભાંડને દબાવવામાં કલેકટર નેહા કુમારીની શું ભુમિકા? કોંગ્રેસ મુદ્દાને ડાયવર્ટ કેમ કરવા માંગે છે ?

બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ

Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!