પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

  • World
  • June 3, 2025
  • 0 Comments

પાકિસ્તાન(Pakistan) માં કેદીઓ પોલીસને સામે પડ્યા છે.  સોમવારે મોડી રાત્રે કરાચીની માલીર જેલની દિવાલ તોડીને મોટી સંખ્યામાં કેદીઓ ભાગી ગયા. ભાગી ગયેલા કેદીઓની સંખ્યા 200 થી વધુ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ સમગ્ર કરાચીમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. માલીર જેલ નજીક સેનાને પણ ગોળીબાર કરવો પડ્યો હતો. ગોળીબારથી નજીકના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

ભાગી ગયેલા કેદીઓની શોધખોળ તીવ્ર

જેલ નજીકના હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સે ભાગી ગયેલા કેદીઓની શોધખોળ તેજ કરી દીધી છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં બેરિકેડ લગાવી દીધા છે. ભાગી ગયેલા કેદીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

ભૂકંપને કારણે દિવાલ ધરાશાયી થઈ

એવું કહેવામાં આવી રહ્યું છે કે હળવા ભૂકંપને કારણે જેલની એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ પછી કેદીઓએ આ દિવાલને સંપૂર્ણપણે તોડી નાખી. લગભગ 200 કેદીઓ જેલમાંથી ભાગવામાં સફળ રહ્યા.

કેદીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયારો છીનવી લીધા

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેદીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયારો છીનવી લીધા અને ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીબાર દરમિયાન એક કેદીનું મોત થયું અને પાંચ ઘાયલ થયા. ગોળીબારમાં ત્રણ FC જવાન પણ ઘાયલ થયા. વિવિધ વિસ્તારોમાંથી લગભગ 73 કેદીઓને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 9 શંકાસ્પદોની પણ અટકાયત કરી છે.

જેલ મંત્રીએ શું કહ્યું જાણો છો?

સિંધના જેલ મંત્રી અલી હસને માલીર જેલમાંથી કેદીઓના ભાગી જવાની ઘટનાની નોંધ લીધી છે. આઈજી જેલ અને ડીઆઈજી જેલ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમણે આ વિસ્તારને ઘેરી લેવાનો નિર્દેશ આપ્યો છે. જેલ મંત્રીએ કહ્યું કે ભાગી ગયેલા કેદીને કોઈપણ કિંમતે પકડી લેવામાં આવશે અને ઘટનામાં બેદરકારી દાખવનારા અધિકારીઓની ઓળખ કરવામાં આવશે.

 

આ પણ વાંચો:

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?

Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો

Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર

 

 

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 3 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 4 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 7 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 9 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી