વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

જૂનાગઢ જીલ્લાની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપાના સમર્થકો પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રી સભા દરમિયાન ભાજપાના સમર્થકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો.

ભાજપા પર ગુંડાગીરીનો આરોપ

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપાના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થકો, વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર મેતરના ભાઈ અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્ર સહિતના લોકોએ આ હુમલો કર્યો. તેમણે કહ્યું, “ભાજપાના ગુંડાઓ બેફામ બન્યા છે. આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી?” ઇટાલિયાએ ભાજપાના નેતા સી.આર. પાટીલ અને કિરીટ પટેલ પર પણ નિશાન સાધ્યું.

પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ

ઇટાલિયાએ જણાવ્યું કે, હુમલાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે અધિકારીઓ હાજર ન હતા. તેમણે આક્ષેપ કર્યો કે, “ભાજપાના ફોનની રાહ જોવાતી હોય તેવું લાગે છે. એક કલાકથી રાહ જોવી પડી, પણ કોઈ અધિકારી ન મળ્યા.”

“જનતા જવાબ આપશે”

https://www.facebook.com/share/v/1APTkFZHaR/

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ઇટાલિયાને સમર્થન આપતાં કહ્યું, “જીવાપરાની સભામાં અસામાજિક તત્વોએ મનમાની કરી. લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પરંતુ વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ ચૂંટણીમાં આપશે.”

આ ઘટનાએ વિસાવદરની પેટાચૂંટણીમાં રાજકીય ગરમાગરમી વધારી દીધી છે. ભાજપ તરફથી હજી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ચૂંટણીના દિવસો નજીક આવતાં આવી ઘટનાઓ શું અસર કરશે, તે જોવું રહ્યું.

વિસાદવરમાં પેટાચૂંટણીનો જંગ કેમ?

વિસાવદર વિધાનસભા બેઠક પર 2025ની પેટાચૂંટણી 19 જૂને યોજાવાની છે, અને મતગણતરી 23 જૂને થશે. ચૂંટણી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ, જેમણે 13 ડિસેમ્બર 2022ના રોજ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા, ખાલી પડેલી બેઠક માટે યોજાઈ રહી છે. આ પેટા ચૂંટણી જીતવા ત્રિપાખીયો જંગ જામ્યો છે. 
ઉમેદવારો
  • ભાજપ: કિરીટ બાબુલાલ પટેલ, જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, જેઓ 2017માં કોંગ્રેસના હર્ષદ રીબડીયા સામે હારી ગયા હતા.

  • કોંગ્રેસ: નીતિન રાણપરિયા, વિસાવદર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ.

  • આમ આદમી પાર્ટી (AAP): ગોપાલ ઈટાલિયા, જેમને પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા

આ પણ વાંચો:

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Related Posts

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
  • October 29, 2025

Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે…

Continue reading
Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો
  • October 29, 2025

Vadodara: વડોદરાના ભાયલી વિસ્તારમાં મુનવિલા હોટલમાં યોજાયેલી એક બર્થડે પાર્ટી સેલિબ્રેશન દરમ્યાન દારૂની છોળો ઉડી હતી પણ પોલીસે રેડ પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે ત્રણ કોલેજીયન યુવતીઓ સહિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 8 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 6 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 5 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

  • October 29, 2025
  • 8 views
Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

  • October 29, 2025
  • 14 views
Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

  • October 29, 2025
  • 18 views
Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો