
Rajkot: રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામના અમિત ખૂંટ કરેેલી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આજે 9 જૂન, 2025ના રોજ સગીરાએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપીને ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, DYSP કે.જી.ઝાલા અને પીઆઈ પરમાર પર આક્ષેપો કર્યા છે.
સગીરાએ સુસાઈડ નોટના આક્ષેપો ખોટા ગણાવ્યા
સગીરાએ જણાવ્યું કે અમિત ખૂંટે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, અને તેની આત્મહત્યા પછી મળેલી સુસાઈડ નોટમાં હનીટ્રેપના આરોપો ખોટા છે. તેણે એમ પણ કહ્યું કે જયરાજસિંહ અને તેમના માણસોએ તેને 6-7 લોકોના નામ આપવા દબાણ કર્યું હતું, અને અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાને ઓળખતી નથી. સગીરાએ પોતાના અને પરિવારની સુરક્ષાની માગણી કરી છે, કારણ કે તેમને જાનનું જોખમ છે.
સગીરાએ તેવા પણ આક્ષેપ કર્યા છે, ધમકીઓ આપી પોલીસ, વકલો દ્વારા તેમની રીતે નિવેદનો લખાવ લીધા છે. સગીરાએ આક્ષપ કર્યો છે જયરાજસિંહ ના કહેવાથી આ બધુ થઈ રહ્યું છે. જયરાજસિંહના માણસો રોજ અમારા ઘરે આવી હેરાન કરતા હતા. અમને હોટલમાં લઈ જતાં હતા. બહાર પણ આવવા દેતા ન હતા. મારા પપ્પાને પણ આ લોકો નહીં જીવવા દે.
સગીરાએ વધુમાં જણાવ્યું કે વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા છે. તેણે રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ આરોપ લગાવ્યા કે તે અને તેનો પરિવાર હેરાન થઈ રહ્યા છે. આ કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી ફરાર છે.
શું છે મામલો?
3 મે, 2025ના રોજ 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. 5 મે, 2025ના રોજ અમિતે રીબડા ગામે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેની સુસાઈડ નોટમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ હતા, જેમાં તેમણે ખોટી ફરિયાદ અને ત્રાસનો આરોપ લગાવ્યો હતો. અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો. આ પછી અનિરૂદ્ધસિંહે વીડિયો જાહેર કરીને આ બધું જયરાજસિંહનું કાવતરું હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો:
Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?
kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?
Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો
દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ, તમામ ગેટ બંધ | High Court
Aravalli: 13 વર્ષિય સગીરાને 51 વર્ષિય આધેડે ગર્ભવતી બનાવી, માતાને ખબર પડતાં જ….!
આ દેશમાં કુતરાઓને જાહેરમાં ફેરવવા પર પ્રતિબંધ, કઈ ધાર્મિક માન્યતા આડે આવી? | Dogs Ban
Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!
વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ
Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો
Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?
TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!
CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના