Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે (21 જૂન) રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે( Heavy Rain) જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું, ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. હવામાન વિભાગે 25 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

સાબરકાંઠામાં મેઘોની ધડબડાટી

હવામાન વિભાગના આંકડા અનુસાર, સાબરકાંઠાના વડાલી તાલુકામાં 24 કલાકમાં 12.2 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ વરસાદ પડ્યો. ઈડરમાં 4.9 ઈંચ અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો. આ ભારે વરસાદે રસ્તાઓ, ગામડાંઓ અને ખેતરોમાં પાણી ભરાવ્યું, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ પર છે.

અરવલ્લી અને બનાસકાંઠામાં પણ પ્રકોપ

અરવલ્લી જિલ્લામાં 4.6 ઈંચ અને બનાસકાંઠાના દાંતામાં 8.9 ઈંચ વરસાદ નોંધાયો. રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં મોડાસા (4.3 ઈંચ), સતલાસણા (4.6 ઈંચ), ઉમરપાડા (3.3 ઈંચ), અને વિજયનગર (3 ઈંચ) જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં 20 ટકા વરસાદ

ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં 20 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 16 ટકા વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતના સુરતમાં 3.3 ઈંચ વરસાદ પડ્યો, જેના કારણે શહેરી વિસ્તારોમાં હળવી અસર જોવા મળી.

અમદાવાદ-ગાંધીનગરની સ્થિતિ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 1.3 ઈંચ, અમદાવાદમાં 1 ઈંચ અને વડોદરામાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો. આ વિસ્તારોમાં હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીની સૂચના આપવામાં આવી છે.

આગાહી: 25 જૂન સુધી ભારે વરસાદ

હવામાન વિભાગે 25 જૂન સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 30 જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવા અને હવામાનની અપડેટ્સ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.

24 કલાકમાં નોંધાયેલા વરસાદની માહિતી

વિસ્તાર/તાલુકો
વરસાદ (ઈંચમાં)
સાબરકાંઠા – વડાલી
12.2
સાબરકાંઠા – ખેડબ્રહ્મા
10.3
બનાસકાંઠા – દાંતા
8.9
સાબરકાંઠા – ઈડર
4.9
અરવલ્લી – મેઘરજ
4.6
બનાસકાંઠા – સતલાસણા
4.6
અરવલ્લી – મોડાસા
4.3
સુરત – ઉમરપાડા
3.3
સાબરકાંઠા – વિજયનગર
3.0
સાબરકાંઠા – તલોદ
2.6
નર્મદા – સાગબારા
2.2
બનાસકાંઠા – દાંતીવાડા
2.2
સાબરકાંઠા – ભિલોડા
2.2
બનાસકાંઠા – પાલનપુર
2.0
વલસાડ – કપરાડા
2.0
છોટાઉદેપુર – ક્વાંટ
2.0
સાબરકાંઠા – પ્રાંતિજ
2.0
અરવલ્લી – ધનસુરા
2.0
આણંદ – પેટલાદ
1.7
ખેડા – નડિયાદ
1.7
ખેડા – મહુધા
1.6
ખેડા – મહેમદાબાદ
1.6
નર્મદા – નસવાડી
1.5
નર્મદા – નાંદોદ
1.4
સાબરકાંઠા – માલપુર
1.4
ગાંધીનગર – કલોલ
1.3
ગાંધીનગર
1.3
ભરૂચ
1.3
ગાંધીનગર – માણસા
1.3
બનાસકાંઠા – અમીરગઢ
1.3
બનાસકાંઠા – ખાનપુર
1.3
વડોદરા – ગરુડેશ્વર
1.0
વડોદરા – શિનોર
1.0
પંચમહાલ – સંતરામપુર
1.0
અમદાવાદ – ધોલેરા
1.0
ખેડા – કઠલાલ
1.0
પંચમહાલ – હાલોલ
1.0
વલસાડ – ઉમરગામ
1.0
અમદાવાદ
1.0
વડોદરા
1.1

આ પણ વાંચો:

Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો

મોટો ખુલાસો: પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ આપી દીધુ! | Pakistan-Iran

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

યશસ્વી અને ગિલ પછી પંતે સદી ફટકારી, શું ભારત ઇંગ્લેન્ડમાંસર્વોચ્ચ સ્કોર બનાવશે? | Cricket

BJP માં આંતરિક વિવાદનો ભાંડો ફૂટ્યો: નાનુભાઈ વાનાણીએ સત્તાના ‘સિકંદર’ કલ્ચર પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતી ભાષાની ઘોર ખોદનાર મોદી સરકારને મોડે મોડેથી ભાન આવ્યું! | Gujarati

Amit Khunt Case: DCP એ સગીરાને કહ્યું- “તું 5 ફૂટની છે અને મોડલ બનવું છે? હાક થૂ!”

મોદી નારા આપવાની કળામાં નિપુણ, ‘Make in India’ સામે રાહુલે સવાલો ઉઠાવ્યા

 

Related Posts

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Anti-Muslim Violence India: ભારતમાં મુસ્લિમો સામે હિંસા અને પોલીસ કાર્યવાહીના આક્ષેપો વધ્યા, 2026માં અત્યાર સુધી 27નાં મોત

  • November 9, 2026
  • 3 views
Anti-Muslim Violence India: ભારતમાં મુસ્લિમો સામે હિંસા અને પોલીસ કાર્યવાહીના આક્ષેપો વધ્યા, 2026માં અત્યાર સુધી 27નાં મોત

Karnataka SIR Muslim Voters: કર્ણાટકમાં SIR દરમિયાન 196 બેઠકો પર મુસ્લિમ મતદારોનાં નામ વધુ કપાયાં, 8.87 લાખ મતદારો ઘટ્યા

  • November 9, 2026
  • 4 views
Karnataka SIR Muslim Voters: કર્ણાટકમાં SIR દરમિયાન 196 બેઠકો પર મુસ્લિમ મતદારોનાં નામ વધુ કપાયાં, 8.87 લાખ મતદારો ઘટ્યા

Gadi Eisenkot Challenges: શું નેતન્યાહુની સત્તાનો અંત આવશે? ઇઝરાયેલમાં નવી સરકાર સામે 8 મોટા પડકારો

  • November 9, 2026
  • 5 views
Gadi Eisenkot Challenges: શું નેતન્યાહુની સત્તાનો અંત આવશે? ઇઝરાયેલમાં નવી સરકાર સામે 8 મોટા પડકારો

Sheikh Hasina New Passport: શેખ હસીનાએ ભારતમાંથી બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી શરૂ કરી? નવા પાસપોર્ટ અને ઓળખપત્ર માટે કરી અરજી

  • November 9, 2026
  • 5 views
Sheikh Hasina New Passport: શેખ હસીનાએ ભારતમાંથી બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી શરૂ કરી? નવા પાસપોર્ટ અને ઓળખપત્ર માટે કરી અરજી

Al Qaeda CIA Connections: અલ-કાયદાની ન્યૂયોર્ક કચેરીથી CIAના જૂના સંબંધો સુધી, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સામે ફરી ઊઠ્યા સવાલ

  • November 9, 2026
  • 9 views
Al Qaeda CIA Connections: અલ-કાયદાની ન્યૂયોર્ક કચેરીથી CIAના જૂના સંબંધો સુધી, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સામે ફરી ઊઠ્યા સવાલ

Mekedatu Dam Project: મેકેદાતુ ડેમના નિરીક્ષણથી તમિલનાડુમાં ચિંતા, CM વિજયે PM મોદીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી રોકવાની માગ કરી

  • November 9, 2026
  • 8 views
Mekedatu Dam Project: મેકેદાતુ ડેમના નિરીક્ષણથી તમિલનાડુમાં ચિંતા, CM વિજયે PM મોદીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી રોકવાની માગ કરી