Gujarat politics: ચૈતર વસાવાની ધરપકડ રાજકીય ચાલ, શું ભાજપ AAPનો ઉપયોગ કરી કોંગ્રેસને ખતમ કરવા માંગે છે?

Gujarat politics: ગુજરાતમાં હાલ ભરુચ જિલ્લાનું રાજકારણ ખુબ ગરમાયું છે. અને આપ ધારાસભય ચૈતર વસાવા હાલ તેના હીરો તરીકે જોવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત કરતા આપ નેતાઓ અને આદિવાસી લોકો તેમના સમર્થનમાં આવ્યા છે ત્યારે આ બધામાં અંદરનું શું રાજકારણ છે અંદરો અંદર શું ચાલી રહ્યું છે તે વિશે નર્મદાના સ્થાનિક પત્રકાર ઉમેશે સમજાવ્યું છે.

ચૈતર વસાવાની ધરપકડ પાછળનું રાજકારણ

સ્થાનિક પત્રકારે જણાવ્યું કે, આ માત્ર એક ઘટના નથી પરંતુ ત્રણ ઘટના છે. પહેલા નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠકમાં ચૈતર વસાવા જાય છે. ત્યારે તેઓ જુએ છે કે, આ બેઠકમાં જે ચૂંટાયેલા પ્રતિનિધીઓ નથી તે પણ હાજર છે. આ ઘટના બાદ ચૈતર વસાવા સવાલ ઉઠાવે છે અને પછી બબાલ થાય છે. બીજી ઘટનામાં પોલીસે જે પ્રમાણે કાર્યવાહી કરી તે છે ત્રીજા ઘટના તે છે કે, આ બધાની વચ્ચે આપ પાર્ટીએ આ ઘટનાને સ્ટેટ લેવનો મુદ્દો બનાવી દીધો અને હાઈવોલ્ટેજ ટ્રામા બનાવ્યો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરુ થયો અને તેમના સમર્થકો ઉમટ્યા અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હોવાનું સામે આવ્યું. ત્યારે બીજી તરફ ભાજપ આ મુદ્દાને આદિવાસીનો મુદ્દો બનાવવાની કોશિશ કરી રહી છે.

 ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ગરીબોની રોજી-રોટી છીનવી લેવાનો આક્ષેપ 

ગુજરાતમાં 2500 કરોડ રૂપિયાના ગરીબી નિવારણ કૌભાંડના આરોપે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડનો આરોપ મૂક્યો છે, જેમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ગરીબોની રોજી-રોટી છીનવી લેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શરૂ કરવામાં આવેલી “વિજય સંદેશ યાત્રા” ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે, કારણ કે આ યાત્રાએ રાજ્યના આદિવાસી મતદારોમાં AAPની પકડ મજબૂત કરી છે.

લોકસભા ચૂંટણી 2024: ચૈતર વસાવાની જીત અને ભાજપની ઘટતી લીડ

2024ની લોકસભા ચૂંટણીમાં AAPના નેતા ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી હતી. ભલે તેઓ જીત્યા ન હતા, પરંતુ 5 લાખ મતો મેળવીને ભાજપની લીડને નોંધપાત્ર રીતે ઘટાડી દીધી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે ભરૂચમાં 3.34 લાખ મતોની સરસાઈ મેળવી હતી, જે 2024માં ઘટીને માત્ર 85,000 મતોની રહી. ચૈતર વસાવાએ પોતાની રાજકીય તાકાત અને AAPના આધારે આ બેઠક પર ભાજપને કડક ટક્કર આપી, જેના કારણે ગુજરાતના આદિવાસી મતદારોમાં તેમની લોકપ્રિયતા વધી છે.

આદિવાસી મતદારો અને રાજકીય રમત

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લગભગ 80 લાખ મતદારો છે, જે દેશની ચૂંટણીઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભાજપ આ મતદારોની વચ્ચે પોતાની પકડ જાળવી રાખવા માગે છે, પરંતુ AAP અને ચૈતર વસાવાની લોકપ્રિયતાએ તેમની ચિંતા વધારી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ આદિવાસી મતદારોના મતોને AAP તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કોંગ્રેસનું પરંપરાગત મતબેંક નબળું પડે.

ચૈતર વસાવા પર ગુનાઓનો આરોપ: રાજકીય ષડયંત્ર?

ચૈતર વસાવા સામે ગુજરાત પોલીસ દ્વારા અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેને AAP રાજકીય ષડયંત્ર ગણાવે છે. આ ઘટનાઓને કોંગ્રેસના 22 પૂર્વ ધારાસભ્યોની જેમ ભાજપમાં ખેંચવાની ચાલ તરીકે જોવામાં આવી રહી છે, જેઓએ ભાજપમાં જોડાયા હતા. AAPનો દાવો છે કે ગુજરાત પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે, અને ચૈતર વસાવાને બદનામ કરવા તેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

અમિત શાહની ચાલબાજી અને ભૂપેન્દ્ર પટેલની નિષ્ફળતા?

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહની રણનીતિ હેઠળ ભાજપ આદિવાસી મતદારોને AAP તરફ ધકેલી કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ રણનીતિનો હેતુ ગુજરાતમાં કોંગ્રેસના પરંપરાગત મતબેંકને ખતમ કરવાનો હોવાનું મનાય છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પોલીસને બેલગામ સત્તા આપવાનો આરોપ છે, જેના કારણે રાજકીય દબાણનો ઉપયોગ કરીને વિરોધી નેતાઓને નિશાન બનાવવામાં આવે છે. આ બધું ભાજપની છબીને નુકસાન પહોંચાડી શકે છે, જેને AAP “પોતાના પગ પર કુહાડી મારવી” તરીકે ગણાવે છે.

 શું ભાજપની ચાલ સફળ થશે?  

ગુજરાતનું રાજકારણ 2500 કરોડના કથિત કૌભાંડ અને ચૈતર વસાવાના મુદ્દે ગરમાયેલું છે. AAPની વિજય સંદેશ યાત્રા અને આદિવાસી મતદારોમાં વધતી લોકપ્રિયતાએ ભાજપને ચિંતામાં મૂકી દીધી છે. ચૈતર વસાવા સામેના ગુનાઓ અને પોલીસની કથિત રાજકીય ભૂમિકા પરના આરોપોએ રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ જન્માવ્યો છે.  ત્યારે આદિવાસી મતો AAP તરફ ધકેલી કોંગ્રેસને નબળી કરવાનો ભાજપનો પ્લાન કેટલો સફળ થશે. આગામી દિવસોમાં આ મુદ્દો રાજ્યના રાજકારણને કઈ દિશામાં લઈ જશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો:

 
 
 
 
 

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 6 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 10 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 7 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 13 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી