Sabarkantha: પશુપાલકોનું આંદોલન બન્યું ઉગ્ર, ઠેર ઠેર દૂધ ઢોળી કર્યો વિરોધ

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્રારા પશુપાલકોને ભાવફેર ઓછો ચુકવવામા આવતા પશુપાલકોમા રોષ ફાટી નિકળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.

દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર દૂધ ઢોળ્યું

ગઈ કાલે પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર દૂધ ઢોળ્યું હતું. પશુપાલકોના વિરોધ પ્રદર્શનથી હાઇવે અસરગ્રસ્ત થયો હતો. ભાવફેરની માંગ સાથે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે.

પોલીસ અને પશુપાલકો વચ્ચે થયું હતુ ઘર્ષણ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ હિંસક બન્યો છે. ગઈ કાલે ન્યાયની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી, પથ્થરમારો કર્યો, અને મુખ્ય ગેટના CCTV પણ તોડી પાડ્યા હતા. આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સાબર ડેરી ખાતે વિરોધ કર્યા બાદ પશુપાલકોએ હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ કરતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ત્યારે પોલીસે સાબર ડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ડેરી આગળ દુધ ઢોળી ચેરમેનના છાજીયા લીધા

પ્રાંતિજના બાલીસણા ગામે પશુપાલકો દ્રારા દુધ ડેરીમા ભરાવવા ને બદલે ગામમા આવેલ ડેરી આગળ દુધ ઢોળીને વિરોધ કર્યો અને પશુપાલકોએ દુધ ઢોળી સાબરડેરીના ચેરમેનના છાજીયા લીધા હતા.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પશુપાલકોના સમર્થનમાં જોડાયા

મહત્વનું છે કે, આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી. પશુપાલકોનો આક્રોશ શા માટે? પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવફેરમાં 20 થી 25 ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે, પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર્સ કેમ ઉભા કરવામાં આવ્યા? શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકે? આ સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ધૂમી રહ્યા છે.

અહેવાલ: ઉમંગ રાવલ 

આ પણ વાંચો:  
 
Related Posts

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત
  • May 3, 2026

Vasuki Indicus Fossil: ગુજરાતની ધૂળભરી જમીન નીચે વર્ષોથી એક એવું સત્ય દટાયેલું હતું જેણે આજે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. સંશોધકોએ કચ્છના વિસ્તારમાંથી એક વિશાળકાય પ્રાગૈતિહાસિક સાપના અવશેષો શોધી…

Continue reading
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો
  • May 3, 2026

Beyt Dwarka Marine Archaeology Discovery: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક આવેલું ઐતિહાસિક બેટ દ્વારકા ટાપુ ફરી એકવાર વિશ્વભરના પુરાતત્વવિદો અને ઇતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 2 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 10 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 10 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 12 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 11 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત