Sabarkantha: સાબર ડેરીના ડિરેક્ટરો દ્વારા પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ, પશુપાલકો દૂધ બંધ રાખવા રહ્યા અડગ

Sabarkantha: સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને નાણા ઓછા ચુક્યા હોવાના આક્ષેપ સાથે પશુપાલકો વિરુદ્ધ દર્શાવી રહ્યા છે અને આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચી ચૂક્યો હતો જોકે ત્યારબાદ પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દીધું છે. ત્યારે આ પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ કરવામા આવ્યો પરંતુ પશુપાલકો પોતાની માંગ સાથે દૂધ બંધ રાખવા અડગ રહ્યા છે.

પશુપાલકોનો રોષ ઠારવામાં ડિરેક્ટરો નિષ્ફળ

મળતી માહિતી મુજબ આજે હિંમતનગર તાલુકાના ઝોન 60 મંડળીના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઇ હતી આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા પશુપાલકો અને વિપુલ પટેલ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા જોકે સાધારણ સભામાં પશુપાલકોને યોગ્ય ભાવ ફેર બીજા તબક્કાનો ચૂકવવા માટેની બાંધરી પણ આપી હતી પરંતુ પશુપાલકો દૂધ બંધ રાખવા અડગ રહ્યા હતા.

ક્યા મુદ્દે સમાધાન થયું અને ક્યાં મુદ્દે સમાધાન ન થયું?

પશુપાલકો દ્વારા એક તરફ દૂધ બંધ કરી વિરુદ્ધ દર્શાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સાબર ડેરીના ડિરેક્ટરો દ્વારા પશુપાલકોને સમજાવટ કરવામાં આવી રહી છે ત્યારે આજે યોજાયેલી આ બેઠકમાં પશુપાલકો દ્વારા 20 ટકા જેટલો ભાવ ફેર, ઘર્ષણ દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા પશુપાલકોને છોડવા સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ આ ચર્ચામાં ભાવફેર ક્યારે બીજા તબક્કાનો ચૂકવવું તેની તારીખ અને પશુપાલકોને છોડાવવા મુદ્દે ચોક્કસ બાંધરી ન મળતા પશુપાલકો દ્વારા દૂધ બંધ રાખવાનું નિર્ણય અડગ રાખ્યો છે. આ સાથે જ 60 મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના જીંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને પાંચ પાંચ હજાર રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે જોકે આ નિર્ણય 60 મંડળીઓ દ્વારા કરવાનું નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યું છે.

અહેવાલ: ઉમંગ રાવલ 

આ પણ વાંચો:  
 
 
 
 
 
 
 

Related Posts

Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર
  • August 18, 2026

અમદાવાદ, 18 ઓગસ્ટ 2026 Gujarat Cyber Crime: છેતરપિંડી મનોવિજ્ઞાનથી શરૂ થાય છે, ટેકનોલોજીથી નહીં. સાયબર ગુનેગારો ટેકનોલોજીથી શરૂઆત કરતા નથી; તેઓ માનવ મન વાંચીને શરૂઆત કરે છે. ડિજિટલ ધરપકડ સૌથી…

Continue reading
Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી
  • August 17, 2026

Gujarat Liquor Ban: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના સરકારના દાવાઓ વચ્ચે રાજ્યમાં દારૂ, ડ્રગ્સ અને બુટલેગિંગને લગતી ઘટનાઓને લઈને રાજકીય વિવાદ ફરી તેજ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ શહેરો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

  • August 19, 2026
  • 2 views
PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

  • August 19, 2026
  • 5 views
MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

  • August 18, 2026
  • 6 views
Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

  • August 18, 2026
  • 6 views
Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી

  • August 18, 2026
  • 9 views
CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી

Jharkhand Student Protest: ઝારખંડમાં યુવાનોના આંદોલન સામે સરકાર ઝૂકી? JSSC-CGL પરિણામ રદ, હવે CBI તપાસની માંગ

  • August 18, 2026
  • 8 views
Jharkhand Student Protest: ઝારખંડમાં યુવાનોના આંદોલન સામે સરકાર ઝૂકી? JSSC-CGL પરિણામ રદ, હવે CBI તપાસની માંગ