Ahmedabad: કાયદાનો કોઈ ડર જ ન રહ્યો, ધોળા દિવસે 10 લોકો ધારિયા લઈને યુવક પર તૂટી પડ્યા

Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાઇના ગેંગના આતંકે ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે. ગઇકાલે રોજ ધોળા દિવસે ચમનપુરાની કુખ્યાત ચાઇના ગેંગના સભ્યોએ ધારિયા અને ઘાતક હથિયારો સાથે નીતિન નામના યુવક પર હુમલો કર્યો, તેનું અપહરણ કરીને મેઘાણીનગરના પટણીનગર વિસ્તારમાં લઈ જઈને તેની નિર્દય હત્યા કરી નાખી. આ ઘટનાએ શહેરમાં ભય અને અશાંતિનો માહોલ સર્જ્યો છે.

અમદાવાદમાં લોહિયાળ ગેંગવોર

આ હત્યાકાંડ વિપુલ અને સતીશ નામની બે ગેંગ વચ્ચે ચાલી રહેલી અદાવતનું પરિણામ છે. થોડા દિવસો પહેલાં વિપુલ પર સતીશની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવા વિપુલની ગેંગે સતીશના ભાઈ દીપક ઉર્ફે હુક્કા પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. દીપકને હોસ્પિટલમાંથી રજા મળતાં જ સતીશે બદલો લેવાનું કાવતરું ઘડ્યું. તેણે વિપુલની ગેંગના સભ્ય નીતિનનું સફલ-3 માર્કેટમાંથી અપહરણ કર્યું અને દીપક પર હુમલો થયો હતો તે જ સ્થળે તેની હત્યા કરી.

શું છે સમગ્ર મામલો ?

નીતિન, જે કાગડાપીઠના સફલ કોમ્પલેક્ષમાં નોકરી કરતો હતો, તેનું 22 ઓગસ્ટે ચાઇના ગેંગના સભ્યોએ અપહરણ કર્યું. આરોપીઓએ તેને મેઘાણીનગરના પટણીનગરમાં લઈ જઈને ધારિયા, પાઈપ અને ડંડાઓ વડે નિર્દયતાથી હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ નીતિનને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું.

પોલીસની કાર્યવાહી

આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ—વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા, શૈલેષ ગૌતમ અને પૂનમ વિરચંદભાઈ પટણીની ધરપકડ કરી. પૂનમ રિક્ષાચાલક હતો, અને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી બે રિક્ષાઓ પણ જપ્ત કરવામાં આવી. ફરાર આરોપીઓ સતીશ ઉર્ફે સતીયો, વિશાલ ઉર્ફે બુકો, મહેશ ઉર્ફે કટ્ટો, બાવો, રાજ ઉર્ફે સેસુ અને સાજનને પકડવા માટે પોલીસે પાંચ ટીમો બનાવી છે.

હત્યા અને અપહરણની ફરિયાદ નોંધાઈ

નીતિનના ભાઈ અક્ષય પટણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યા અને અપહરણની ફરિયાદ નોંધાવી છે. અક્ષયનો પરિવાર સંયુક્ત પરિવારમાં રહે છે, જેમાં તેનો એક ભાઈ રવિ ટીઆરબી જવાન છે.

ચાઇના ગેંગનો ગુનાહિત ઇતિહાસ

ચમનપુરાની ચાઇના ગેંગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. આ ગેંગે પાંચ વર્ષ પહેલાં એક પોલીસ કર્મચારીની હત્યા કરી હતી અને પોલીસ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પણ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ યથાવત્ રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો

આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. શહેરના નાગરિકોમાં આ લોહિયાળ ગેંગવોરને લઈને ભય અને આક્રોશ ફેલાયો છે.આ ઘટનાએ અમદાવાદની શાંતિને ખલેલ પહોંચાડી છે અને ગેંગવોરના મૂળમાં રહેલી સામાજિક સમસ્યાઓને ઉજાગર કરી છે.  આ પ્રકારની ઘટનાઓ ન માત્ર શહેરમાં કાયતદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે પરંતુ હવે તો પોલીસની નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે.  એક તરફ પોલીસ કમિશ્નર અમદાવાદને સેફ સિટીનો એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે દાવાઓ કરી રહ્ય છે અમદાવાદ શહેર સૌથી સેફ શહેર છે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સુરક્ષાને લઈને સવાલ ઉભા કરે છે.

આ પણ વાંચો:

Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા

Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ

Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?

Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર

UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 2 views
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

  • September 21, 2026
  • 7 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

  • September 21, 2026
  • 6 views
Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

  • September 21, 2026
  • 4 views
Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 6 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

  • September 21, 2026
  • 7 views
Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ