
ગુજરાતમાં સતત લેટરકાંડ બહાર આવતાં જાય છે. અમરેલીમાં થયેલા લેટરકાંડના પડઘા હજુ સમ્યા નથી. તે પહેલા હવે જૂનાગઢના કેશોદમાં ડમી લેટરકાંડ બહાર આવ્યો છે. જેને લઈ રાજકીય ઘમાસાણ મચ્યું છે.
કેશોદ ભાજપ સંગઠનમાં પણ ડમી લેટરકાંડ થયો છે. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાએ ગંભીર આક્ષેપ કર્યા છે. બનાવટી પત્રનો ઉપયોગ કરી PGVCLના અધિકારીની બદલી માટે રજૂઆત કરાઈ હોવાના આક્ષેપ થયા છે. મહામંત્રી જતીન સોઢા સહિત પ્રમુખ, અન્ય મહામંત્રીની સહીવાળો પત્ર વર્ષ 2024ના જુલાઈ માસમાં બનાવટી લેટરનો ઉપયોગ કરી રજૂઆત કરી હતી. ભાજપ મહામંત્રી પ્રમુખના નામ અને સહીનો દુરુપયોગ કરાયોનો આક્ષેપો થયા છે.

લેટરકાંડ મામલે ભાજપમાં ડખા, ‘પ્રમુખ ધ્યાન આપતાં નથી’
કેશોદની ભાજપ પાર્ટીના ધ્યાને આવતા બદલી અંગેનો લેટર ખોટો હોવાની જાણ કરાઈ છે. જતીન સોઢાએ આરોપ લગાવ્યો છે કે ખોટું થયું હોવા છતાં શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ ભલારા ધ્યાન આપતાં નથી. તેમણે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.

જુઓ જતીન સોઢાએ શું કહ્યું?
આ સમાચાર પણ વાંચોઃ AMRELI: લેટરકાંડ મામલે પાયલ ગોટી મેડિકલ તપાસ કરાવવા કેમ તૈયાર નથી?








