Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Gujarat Politics: વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની પ્રમુખ તરીકેની ટર્મ પૂરી થતા નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપમાં કેટલાક નામ ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે આજે લાંબા સમયથી ચર્ચામાં રહેલી અટકળોનો અંત આવશે. આજે નવા પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થશે ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે.

આજે પ્રદેશ પ્રમુખની ઉમેદવારી માટે ફોર્મ ભરાશે

ગઈકાલે 2 ઓક્ટોબરે આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી કાર્યકરોમાં ઉત્સાહ અને અપેક્ષાનો માહોલ જોવા મળ્યો છે. આજે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે પ્રદેશ પ્રમુખની ઉમેદવારી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં કેન્દ્રીય નેતા ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે. તેઓ જ નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરશે, અને આનાથી ગુજરાત ભાજપને તેનો 11મો પ્રમુખ મળશે.

OBC સમાજમાંથી થશે પસંદગી ?  

પાર્ટીના વિશેષ વલણને ધ્યાનમાં રાખીએ તો, ભાજપ પોતાની પરંપરા મુજબ અણધારી ઘડતરીથી જાણીતી છે. જે નામો ચર્ચામાં હોય તેને બદલે કોઈ નવો ચહેરો આગળ લાવવાની તેની આદત છે, અને આ વખતે પણ એવું જ થવાની સંભાવના જણાવાઈ રહી છે. સુત્રો મુજબ  નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે OBC સમાજમાંથી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વને ધ્યાનમાં રાખી ભાજપ ઓબીસી ચહેરાને સંગઠનમાં પ્રમુખ પદ આપી શકે છે.

292 સભ્યોની મહત્ત્વની ભૂમિકા

ગુજરાત ભાજપની પ્રદેશ પરિષદના 292 સભ્યો આ ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ જ સભ્યો વોટિંગ દ્વારા પ્રદેશ પ્રમુખને પસંદ કરશે, તેમજ રાષ્ટ્રીય પરિષદ માટે 29 સભ્યોની પસંદગી કરશે.

ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રીય પરિષદના સભ્યો જ ભારતીય સ્તરે રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરે છે. મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો અને અન્ય નેતાઓનો સમાવેશ થશે, જેમાં કુલ 300થી વધુ વોટર્સ ભાગ લેશે.

ગુજરાત 30મો રાજ્યભાજપ દર ત્રણ વર્ષે તેની સંગઠનાત્મક ચૂંટણી કરાવે છે, જે બૂથથી શરૂ થઈને મંડળ, જિલ્લા અને પછી રાજ્ય સ્તરે પહોંચે છે. અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અને લગભગ અડધા રાજ્યોમાં (50%) આ પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તૈયારી શરૂ થાય છે. ગુજરાત 30મા ક્રમે આ કારવાનાર છે, અને આ વખતે આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં પ્રથમ વાર એકસાથે યોજાઈ રહી છે.

જગદીશ વિશ્વકર્મા એકમાત્ર ઉમેદવાર?

પાર્ટીના સૂત્રો અનુસાર, OBC સમુદાયના નેતાને પ્રાધાન્ય આપવાની દિશામાં વાતાવરણ છે, અને આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ એકમાત્ર દાવેદાર તરીકે અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા રાજ્ય પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરના કમલમ કાર્યાલયે પહોંચશે. તેઓ પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે, અને તેમની સાથે 10 ટેકાદારો પણ હાજર રહેશે. આ વિકાસથી પાર્ટીમાં નવી ઉત્સાહની લહેર ફરી વળી છે, અને તમામ નજરો આ પ્રક્રિયા પર કેન્દ્રિત છે.

કોણ છે જગદીશ વિશ્વકર્મા?

જગદીશ વિશ્વકર્મા ભાજપના દિગ્ગજ નેતા છે હાલમાં તેઓ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યરત છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર , લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો , કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ , અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે.

ગુજરાત ભાજપની ‘સર્વસંમતિ’વાળી પરંપરા તૂટશે?

ગુજરાત ભાજપે આજે મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે પણ અત્યારસુધી ગુજરાત ભાજપની એ પરંપરા મુજબ પક્ષના કોઈ પણ પદાધિકારી માટે ચૂંટણી યોજાતી નથી અને સર્વસમતિથી પદાધિકારી પસંદ કરવામાં આવતા હોય છે જોકે,પક્ષના બંધારણ મુજબ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવો પડે પરંતુ ચૂંટણી યોજાતી નથી ત્યારે આ વખતે શુ થાય છે તેની ઉપર સૌની નજર મંડાઈ છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 2 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 5 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 8 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 7 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 12 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

  • June 22, 2026
  • 8 views
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?