
UP: ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠના રેલવે રોડ ચોકડી પર ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિનય શાહી અને ભાજપ કાઉન્સિલર અરુણ માચલ વચ્ચે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઇન્સ્પેક્ટર સ્પષ્ટપણે કહેતા જોવા મળે છે કે હું તમારો યાર નથી, હું સરકાર માટે કામ કરું છું. લોકો સોશિયલ મીડિયા પર આ અંગે પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
#मेरठ– मेरठ में TI विनय कुमार शाही ने एक भाजपा कार्यकर्ता का 8000 का चालान काट दिया, आक्रोशित भाजपा पार्षद अरूण मचल सिफारिश करने पहुंचे तो TI विनय शाही ने उनका भी 9000 रुपए का चालान काट दिया। भाजपा पार्षद आग बबूला हो गए घंटों दोनों के बीच नोंक झोंक हुई, लेकिन TI सहाब ने एक न… pic.twitter.com/FUusescgeb
— Raju Sharma journalist (@RajuSharmajour1) October 10, 2025
8 ઓક્ટોબરના રોજ ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિનય શાહી રેલવે રોડ ચોકડી પર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક ટુ-વ્હીલર રોક્યું જેના પર જાતિવાદી નારા લખેલા હતા. નિયમોનો ઉલ્લેખ કરીને ઇન્સ્પેક્ટરે ડ્રાઇવરને ચલણ આપ્યું હતુ. ચલણ પછી ડ્રાઇવરે ભાજપના કાઉન્સિલરને ફોન કર્યો હતો.
કાઉન્સિલર અરુણ માચલ પણ હેલ્મેટ વગર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇન્સ્પેક્ટર શાહીએ તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહેતા ચલણ આપી દીધુ. આનાથી બંને વચ્ચે દલીલ થઈ હતી. અરુણ માચલે કહ્યું હતુ કે હું ભાજપ કાઉન્સિલર છું. ત્યારે ઇન્સ્પેક્ટર શાહીએ કહ્યું હતુ કે ભાજપમાં છો તો શું મતલબ, ભાજપનું નામ કેમ લીધુ. તેમ કહેતા હોબાળો થયો હતો. અરુણ માચલે ઈસ્પેક્ટરને પૂછ્યું હતુ કે શું તમે સરકારથી નારાજ છો. આવી ઉગ્ર દલીલો થઈ હતી. કાઉન્સિલરે હોબાળો મચાવ્યો અને ભાજપ નેતા કમલ દત્ત શર્માને બોલાવ્યા હતા.
ભાજપના સભ્યોએ હોબાળો મચાવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. થોડા દિવસો પહેલા પણ વેપારીઓ અને અન્ય ભાજપના સભ્યોએ પણ ઇન્સ્પેક્ટર વિનય કુમાર શાહી સામે હોબાળો મચાવ્યો હતો. ચાલી રહેલા વિવાદને કારણેSSPએ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને તેમના પદ પરથી દૂર કર્યા.
ઉલ્લેખનીય છે કે ઘણા કિસ્સાઓમાં પોલીસ કોઈ વ્યક્તિને રોકે એટલે ભાજપની વગ ધરાવતાં વ્યક્તિને ફોન કરી ચલણથી બચી જાય છે. આવું અનેકવાર બને છે. જેથી પોલીસે કરેલી આ કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો:








