Bhavnagar: ભાવનગર પોલીસે પકડ્યો પી.વી.સી. બંદૂકનો જથ્થો, આટલી છે ઘાતક!

  • Gujarat
  • October 17, 2025
  • 0 Comments

Bhavnagar News: દિવાળી આવતાં જ નકલી બંદૂકો અને અનવી રીતે ફટાકડા ફોડવાના સાધનો વેચાતા થયા છે. ત્યારે ભાવનગરમાં પી.વી.સી પાઈપમાંથી બનાવેલી ઘન વેચતાંએક શખ્સ પકડાયો છે. ભાવનગર SOG પોલીસે કાર્યવાહી કરીને આ  હાથ બનાવટી પી.વી.સી કાર્બાઇડ ગનનો જથ્થો ઝડપ્યો છે. મહારાષ્ટ્રના શખ્સને ભાવનગર શહેરમાં દેશી બનાવટી ગન વેચતો હોવાનું બહાર આવ્યું છે. કેલ્શિયમ કાર્બાઇડ નામનો જ્વનશીલ પદાર્થ હાથ બનાવટી ગનમાં નાખ્યા બાદ ફટાકડા જેમ બ્લાસ્ટ કરાતો હતો. જે નાના બાળકોને વેચતો હોવાનું પણ સામે આવ્યું છે. જેથી માતાપિતા માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે.

મળતી જાણકારી અનુસાર ભાનગર SOG પોલીસે બાતમી આધારે કેલ્શિયમ કાર્બાઇડ નામનો જ્વનશીલ પદાર્થ હાથ બનાવટી ગનનો જથ્થો પક્યો છે. સાથે જ મહારાષ્ટ્રના આરોપી સાલીક ઉત્તમ બેલદાર નામના દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારની બંદૂક બાળકો માટે અત્યંત જોખમી હોઈ શકે છે, કારણ કે આંખમાં ગંભીર ઈજા થવાના કિસ્સાઓ બન્યા છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે કારણ કે આ બંદૂક માત્ર બાળકોને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ કાયમી અંધત્વ આપી શકે છે. 150 રૂપિયામાં આ પીવીસી કાર્બાઇડ ગન માર્કેટમાં વહેંચવામાં આવતી હતી.

દિવાળીના પર્વ પર આ પ્રમાણે પીવીસી કાર્બાઇડ ગન નો ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે કારણ કે આના કારણે નાના બાળકોને સીધી જ આંખ ઉપર ઇજા પણ પહોંચી હોવાના બનાવો સામે આવ્યા છે. જેને લઈ SOG પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ફટાકડા જેમ બ્લાસ્ટ થયા બાદ ધુમાડાના કારણે કાયમી અંધાપો પણ આવી શકે તેટલી ખતરનાક આ હાથ બનાવટી દેશી કાર્બાઇડ ગન માનવામાં આવી રહી છે.

જેથી ભાવનગર SOG પોલીસ દ્વારા આગામી દિવાળી તહેવારની તકેદારી રૂપે કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે સારૂ ફટાકડાની જેમ વિસ્ફોટક અવાજ કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટીકના પાઇપ અને ગેસ લાઇટર વડે બનાવેલ એરગન કે જેમા કેલશ્યમ કાર્બાઇડ આમનો ઘન પદાર્થ અને પાણી ઉમેરતા તેમાં “એસિટીલીન’ નામનો અત્યંત જવલનશીલ ગેસ ઉત્પન્ન થાય છે. જેને ગેસ લાઇટર વડે સ્પાર્ક આપતા વિસ્ફોટક અવાજ ઉત્પન્ન થાય છે અને જે શરીરના આંખ જેવા વાઇટલ પાર્ટસના સંપર્કમાં આવે તો ખોટ ખાપણ અને કાયમી અંધાપો પણ લાવી શકે છે તેવી હાથ બનાવટની પીવીસી કાર્બાઇડ ગન ઝડપી પાડ્યો છે.

ભાવનગર SOG એ આરોપીની ધરપકડ કરી પ્લાસ્ટીકના પાઇપ તથા ગેસ લાઇટરની મદદથી બનાવેલી એરગન નંગ-71 કેલશ્યમ કાર્બાઇડ કેમીકલની નાની નાની કોથળીઓ મળી કુલ રૂપિયા 12,120 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો:

Bhavnagar: વાઘદરડા ગામમાં સિંહનું ટોળું ઘૂસતાં લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર
  • May 4, 2026

Gosabara RDX Landing Case Verdict: પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠે ત્રણ દાયકા પહેલા થયેલા RDX લેન્ડિંગ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આ…

Continue reading
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો
  • May 4, 2026

Surat Vesu Violent Clash: સુરત શહેરના અત્યંત પોશ અને વિકસિત ગણાતા વેસુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વેસુના આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 2 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 4 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 7 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 7 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 11 views

  • 9 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો