Gujarat weather forecast: રાજ્યમાં આજે તોફાની પવનો સાથે ભારે વરસાદ પડવાની આગાહી;આ વિસ્તારોમાં અપાયું એલર્ટ

  • Gujarat
  • November 1, 2025
  • 0 Comments

Gujarat weather forecast: ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને ઘણા વિસ્તારોમાં રાતભર ઝરમર વરસાદ પડયાના અહેવાલ છે અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠા નજીક આવતા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતવારણ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
આજે તા.1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની આગાહી સાથે ચેતવણી પણ આપવામાં આવી છે.ડિપ્રેશન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને ગુજરાતના દરિયાકાંઠાથી વધારે નજીક આવ્યું છે.

વડોદરા શહેરમાં રાતભર ઝરમર વરસાદ પડતાં સર્વત્ર બર્ફીલી ઠંડક પ્રસરી ગઈ છે અને આજે વરસાદી માહોલ યથાવત રહ્યો છે.અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ઠંડો પવન ફૂંકાશે. જોકે વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસભર્યું જોવા મળ્યું હતું. અને વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આગામી દિવસોમાં રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ડિપ્રેશન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને ગઈકાલે, 31 ઓક્ટોબર 2025 ના રોજ 23.30 કલાકે, વેરાવળ (ગુજરાત) થી લગભગ 190 કિમી દક્ષિણ-પશ્ચિમ, દીવથી 200 કિમી દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારાષ્ટ્ર) થી 340 કિમી પશ્ચિમ અને પણજી (ગોવા) થી 620 કિમી ઉત્તરપશ્ચિમમાં સ્થિત હતું. આ ડિપ્રેશન પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ગુજરાતના કિનારા તરફ આગળ વધી રહ્યું છે’તે આગામી 12 કલાક દરમિયાન નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે રાજ્યના આ 4 જિલ્લામાં ભારે વરસાદની પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે તા.1 નવેમ્બર, 2025ના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

દરમિયાન,ગુજરાતમાં આગામી છ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી વચ્ચે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 6 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 6 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો