Bhavnagar: મહુવા તાલુકાના ગળથર ગામે વીજ કરંટથી દીપડાનું દુખદ મોત, વન વિભાગની તપાસ શરૂ

  • Gujarat
  • November 9, 2025
  • 0 Comments

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામમાં વન્યપ્રાણી દીપડાનું વીજ કરંટથી મોત થવાની દુખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે કે, મોડી રાત્રે શિકાર કે આશ્રયની શોધમાં દીપડો ઇલેક્ટ્રિક વીજ પોલના ટ્રાન્સફોર્મર પર ચડ્યો હતો, જ્યાં તેને તીવ્ર કરંટ લાગ્યો અને તે તરત જ મૃત્યુ પામ્યો. આ ઘટનાએ સ્થાનિક વસ્તીમાં વન્યપ્રાણીઓના માનવ-સંઘર્ષ અને વીજ વ્યવસ્થાની સુરક્ષા પર ચિંતા વધારી છે.ગામના રહેવાસીઓએ વહેલી સવારે ટ્રાન્સફોર્મર પર અટવાયેલા દીપડાના મૃતદેહને જોયા પછી તુરંત વન વિભાગને જાણ કરી. જે બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જોખમી કામગીરી કરીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

વીજ કરંટથી દીપડાનું દુખદ મોત

વન અધિકારીઓના જણાવ્યા અનુસાર,  દીપડાના મોતના કારણો હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, કારણ કે દીપડો ટ્રાન્સફોર્મર પર કેવી રીતે ચડ્યો તે અંગે વિવિધ તર્ક-વિતર્કો ચર્ચામાં છે. કેટલાકનું માનવું છે કે વરસાદી વાતાવરણમાં આશ્રય મેળવવા માટે તે ઉપર ગયો હશે, જ્યારે અન્યો કહે છે કે વીજ પોલની તારો પરથી ચડવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત થયો હશે.વન વિભાગે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે.

તબીબી તપાસથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે

હાલ તો દિપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે, જ્યાં તબીબી તપાસથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. વીજ કંપનીને પણ સૂચના આપવામાં આવી છે કે, વીજ પોલ અને ટ્રાન્સફોર્મર પર વન્યપ્રાણીઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરે.

 અહેવાલ: નીતિન ગીહેલ

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 8 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 8 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ