
Vote Chori | બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે આ દરમિયાન વિરોધ પક્ષોએ ચૂંટણી પંચ દ્વારા થતી મતદાર યાદી સુધારણા સામે વિરોધ કરી ભાજપના ઈશારે ચૂંટણી સમયે આ બધું થઈ રહયા આક્ષેપ કર્યા છે ત્યારે બિહાર – ગુજરાતનું અજીબ કનેક્શન સામે આવ્યાની ચર્ચાઓ ઉઠવા પામી છે જેમાં ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયો રાજકીય પક્ષોના આર્શિવાદથી બિહારમાં અને ત્યારબાદ ગુજરાતમાં પણ મતદાન કરતાં હોવાના આક્ષેપ લાગી રહયા છે.
રાજકીય પક્ષોના ખર્ચે જ હજારો પરપ્રાંતિયો મતદાન માટે બિહાર પહોંચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હાલમાં શરૂ છે અને આ કામગીરીમાં કુલ 50963 બૂથ લેવલ ઓફિસર્સ જોડાયેલા છે, એક સપ્તાહ જેટલા સમયમાં 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું છે જ્યારે 3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ થયેલું છે.
નવી મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદાર નોંધાયેલા છે. બીજી તરફ ચુંટણી પંચની મતદાર યાદી વિવાદમાં રહી છે,હાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા સહિત અન્ય રાજ્યના હજારો પરપ્રાંતિયો ગુજરાતમાં રહે છે,અહીં સુરત, અંકલેશ્વર, ભરુચ, કચ્છના કંડલા, વડોદરા, જામનગર સહિત અમદાવાદમાં કામ કરતા સેંકડો પરપ્રાંતિયો કામદારો- મજૂરો ભાડુઆત તરીકે રહેતા હોવા છતાંય સ્થાયી હોવાનો દાવો કરીને ગુજરાતમાં પણ મતદાર યાદીમાં નામ સામેલ કરી લેતા હોવાની રાવ છે જેઓ પોતાના વતનની સાથે અહીં ગુજરાતમાં પણ મતદાર તરીકે મતદાન કરતાં હોવાની શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન મોટી સંખ્યામાં બિહારી મતદાતાઓ ટ્રેનો મારફતે મતદાન માટે બિહાર પહોંચ્યા હોવા અંગે ચૂંટણી પંચને રજૂઆત કરાઈ છે તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ જ્યારે SIRની કામગીરી ચાલી રહી છે ત્યારે આવા બે રાજ્યમાં મતદાન કરતા મતદારો સામે ખાસ ઝુંબેશ કરી હકીકત સામે લાવવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સૌ પ્રથમ ચૂંટણી પંચ પર વોટ ચોરીના આરોપો લગાવ્યા હતા ત્યારબાદ વિપક્ષ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે અને તેને સેન્ટ્રલાઇઝ્ડ ષડ્યંત્ર ગણાવી સવાલો કર્યા છે કે ચૂંટણી કમિશન શા માટે ડુપ્લિકેટ નામોને દૂર નથી કરતું? કારણ કે જો તેઓ આ નામો દૂર કરે તો ચૂંટણી સ્વચ્છ થઈ જાય, અને તેઓ સ્વચ્છ ચૂંટણી નથી ઇચ્છતા.”
આમ,ગુજરાતમાં હવે આગામી ચૂંટણીઓ દરમિયાન ફરી એકવાર આ મુદ્દો રાજકીય પક્ષોમાં છવાઈ જવાનો છે ત્યારે બિહાર-ગુજરાતનું મત કનેક્શન ભારે ચર્ચામાં આવ્યું છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






